હર્ષદ ગઢવીએ આ રીતે છપાઈને કિંગ ઓફ સાળંગપુરની નીચે લાગેલા ભીંતચિત્રો પર કાળું પોતું મારીને નુકશાન કર્યું, પોલીસ કરી રહી છે પુછપરછ, જાણો કોણ છે હર્ષદ ગઢવી ?
Who is Harshad Gadhvi : સાળંગપુરના ભીંતચિત્રોનો વિવાદ આખા ગુજરાતની અંદર વકરી રહ્યો છે. ઘણા સાધુ સંતો, કથાકારની સાથે સાથે સામાન્ય માણસો પણ આ ભીંતચિત્રોનો વિરોધ કરી રહ્યા છે. જેમાં ઘનશ્યામ મહારાજને હનુમાનજી પગે લાગી રહ્યા છે. ત્યારે આજે એક વ્યક્તિ સાળંગપુર મંદિરમાં લાગેલી વિશાળ પ્રિતમાં પાસે બેરીકેટ્સ તોડીને અંદર પ્રવેશ્યો અને પછી કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે લાગેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને હાથમાં રાખેલી કુલ્હાડીથી તોડફોડ પણ કરી છે.
ભીંતચિત્ર પર કાળા રંગથી કર્યું પોતું :
આ વ્યક્તિની ઓળખ સાળંગપુર નજીકના ચારણકી ગામના હર્ષદ ગઢવી તરીકે થઇ છે અને પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પુછપરછ પણ શરૂ કરી છે. બોટાદ પોલીસે આરોપીને આ કૃત્ય શા કારણે કર્યું અને તેની પાછળનો તેનો ઈરાદો શું હતો તે અંગેની વિગત માંગી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હર્ષદ બગીચાના ભાગેથી છુપાઈને અંદર ઘુસ્યો હતો. જેના બાદ તેને ભીંતચિત્ર પર કાળા રંગનું પોતું લગાવ્યું અને પછી પોતાના હાથમાં રહેલા હથિયારથી તોડફોડ કરી.
પોલીસે કરશે પુછપરછ :
બોટાદ પોલીસ હવે એ તપાસ કરવામાં લાગી છે કે આ વ્યક્તિ કોની સાથે આવ્યો હતો અને તેની સાથે ક્યુ વાહન હતું, પોલીસ દ્વારા જણાવામાં આવ્યું કે મંદિર પ્રસાશન દ્વારા આ મામલે વિગતો આપવામાં આવશે જેના આધારે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ મામલે એમ પણ જણાવ્યું કે આ એક ધાર્મિક બાબત છે અને તેનું સમધાન લોકો સાથે બેસીને લાવી શકાય છે, તેના માટે આ રીતે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.
સાથે આવેલા લોકોની પણ થશે પુછપરછ :
મૂળ રાણપુર તાલુકાના ચારણકી ગામના વતની એવા હર્ષદ ગઢવી ખેતીવાડી સાથે સંકળાયેલો છે અને હાલ ઢસા ખાતે રહે છે અને ખેતી કામ કરે છે. હર્ષદ ગઢવીએ પોતાના ખેતરમાં ગજાનંદ આશ્રમ પણ બનાવવાનું કામ કર્યું છે. પોલીસ હવે હર્ષદ ગઢવી સાથે આવેલા લોકોની પણ પુછપરછ કરશે અને તેની માનસિક સ્થિતિ વિશે પણ માહિતી મેળવશે. ત્યારે હવે આ મામલે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે.