રાત્રે બે વાગ્યે આત્મહત્યા કરનારી આકાંક્ષાને હોટલ મૂકવા આવ્યો હતો એક યુવક, રૂમમાં 17 મિનિટ સુધી…

ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેની આત્મહત્યાની ખબરે બધાને ચોંકાવી દીધા છે. પ્રખ્યાત અભિનેત્રીની આવી રીતે અચાનક મોત અનેક સવાલો ઉભા કરી રહી છે. આત્મહત્યાના થોડા કલાકો પહેલા સુધી આકાંક્ષા દુબે સાવ સામાન્ય જણાતી હતી, પછી મધરાતે હોટેલ પરત ફર્યા બાદ એવું તો શું થયું કે તેણે આટલું મોટું પગલું ભર્યું ? આકાંક્ષા દુબે ક્યાં હતી અને શનિવારે રાત્રે શું કરી રહી હતી તે અંગેની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે.

તેના હેરસ્ટાઈલિસ્ટે સ્પષ્ટતા કરી છે કે તે શનિવારે રાત્રે હોટલથી મિત્રની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. આકાંક્ષા રવિવારે સવારથી તેની નવી ફિલ્મનું શૂટિંગ કરવાની હતી. તે અન્ય ક્રૂ મેમ્બર્સ સાથે વારાણસીની એક હોટલમાં રોકાઈ હતી. એક રીપોર્ટ અનુસાર, આકાંક્ષા જે હોટલમાં રોકાઈ હતી તેના મેનેજરે શનિવારે રાત્રે શું થયું તે જણાવ્યું છે. મેનેજરના જણાવ્યા અનુસાર, આકાંક્ષા શનિવાર અને રવિવારની વચ્ચેની રાત્રે 1.55 વાગ્યે હોટેલમાં પરત આવી હતી.

Image Source

મેનેજરે દાવો કર્યો હતો કે આકાંક્ષા દુબે હોટલમાં એકલી નહોતી આવી પણ તેની સાથે એક યુવક પણ હતો. આકાંક્ષા જ્યારે હોટલ પહોંચી ત્યારે તે લડખડાવી રહી હતી. ત્યારબાદ સાથે આવેલો યુવક તેને રૂમમાં મૂકવા ગયો અને લગભગ 17 મિનિટ સુધી તે આકાંક્ષાના રૂમમાં જ રહ્યો અને પછી તે પાછો ફર્યો. આ પછી જ્યારે મોડી સવાર સુધી આકાંક્ષાનો રૂમ ન ખૂલ્યો ત્યારે બધા પરેશાન થઈ ગયા. તેના રૂમમાં લાઈટ ચાલુ હતી અને બાથરૂમનો નળ પણ ખુલ્લો હતો.

Image Source

જ્યારે માસ્ટર ચાવી વડે રૂમ ખોલવામાં આવ્યો ત્યારે આકાંક્ષાનો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમર ઉજાલાના રીપોર્ટ પ્રમાણે, રૂમમાંથી દારૂની ખુલ્લી બોટલ, સિગારેટના પેકેટ, ગ્લાસ અને મોબાઈલને પોલીસે કબજે લીધા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો છે.

આકાંક્ષાએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ત્યાં આકાંક્ષાના અકાળે અવસાનથી ભોજપુરી ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઇ ગઇ છે. જણાવી દઇએ કે, વર્ષ 2018માં આકાંક્ષા દુબેએ ખુલાસો કર્યો હતો કે તે ડિપ્રેશનના કારણે ફિલ્મી દુનિયાને અલવિદા કહી રહી છે. જો કે, તેની માતાની સમજાવટ પછી અભિનેત્રીએ ફરીથી ઇન્ડસ્ટ્રીમાં જોરદાર કમબેક કર્યું હતુ.

Shah Jina