WHOએ સ્વીકારી લીધું કે હવાથી ફેલાય છે કોરોના વાયરસ, નવી ગાઈડલાઇનમાં કહ્યું.. દૂર સુધી જઈ શકે વાયરસ

કોરોના વાયરસને લઈને WHO દ્વારા અવાર નવાર જાહેરાત કરવામાં આવતી હોય છે, વાયરસથી બચવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવે છે, ત્યારે કોરોનાને મહામારી જાહેર કર્યાને લગભગ એક વર્ષ બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આખરે માની લીધું છે કે, કોરોનાવાયરસ હવાથી પણ ફેલાઈ શકે છે.

WHOના જણાવ્યા અનુસાર વાયરસ ખરાબ વેન્ટિલેશન અથવા ભીડવાળી બંધ જગ્યામાં પણ ફેલાઈ શકે છે, જ્યાં લોકો લાંબા સમય સુધી રહે છે, કેમ કે એરોસોલ હવામાં એક મીટરથી પણ વધારે દૂર સુધી જઈ શકે છે. હકીકતમાં WHOએ કોરોના સાથે સંબંધિત સવાલોના જવાબ અપડેટ કર્યા છે. તેમાંથી આ સવાલનો જવાબ પણ સામેલ છે કે લોકોની વચ્ચે કોરોના કેવી રીતે ફેલાય છે? માનવામાં આવી રહ્યું છે કે ત્યારબાદ કોરોનાથી બચવાની નવી ગાઈડલાઈન સામે આવી શકે છે.

WHO અત્યાર સુધી એવું કહેતું હતું કે એ વાતના પૂરતા પુરાવા નથી કે કોરોના હવાથી પણ ફેલાય છે. જુલાઈ 2020માં સ્વતંત્ર હેલ્થ એક્સપર્ટ્સે કહ્યું હતું કે, કોરોના વાયરસ હવાથી પણ ફેલાય છે. તેમણે WHOને કોરોનાથી હવાથી ફેલાવતી મહામારી જાહેર કરવાનું કહ્યું હતું. ત્યારે WHOની તરફ એવું કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસ હવાથી ફેલાય છે, આ સંભાવનાને નકારી શકાય તેમ નથી, પરંતુ ટૂંક સમયમાં જ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે, આ વાતના કોઈ પુરાવા નથી.

Niraj Patel