નવરાત્રિ પર ક્યાં દિવસે ક્યાં કલરના કપડા પહેરવા માનવામાં આવે છે શુભ

પિતૃ પક્ષ બુધવારે સમાપ્ત થઈ ગયો અને નવરાત્રિ ગુરુવાર એટલે કે 7 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપનાની માન્યતા છે. કળશ સ્થાપનાને જ ઘટસ્થાપના કહેવામાં આવે છે. અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. નવ દિવસના ઉપવાસ કરવામાં આવે છે. નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. પ્રથમ દિવસે માતાના શૈલપુત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

માન્યતા અનુસાર, નવરાત્રિમાં રંગોનું પણ વિશેષ મહત્વ હોય છે. આ વખતે મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજામાં ખાસ રંગના વસ્ત્રો પહેરીને મા દુર્ગાની પૂજા કરો. નવ દિવસમાં નવ રંગના કપડાં પહેરવા જોઈએ.

નવરાત્રીના દિવસોમાં ખાસ રંગના કપડાં પહેરો

 • પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, આ દિવસે તમે પૂજામાં પીળા વસ્ત્રો પહેરો, પીળો રંગ પહેરવાથી બધા કાર્યો શુભ રહેશે.
 • નવરાત્રિના નવ દિવસોમાં કાળા રંગના કપડા પહેરવા પર પ્રતિબંધ છે. તેથી કાળા કપડા ન પહેરો.
 • નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ પૂજામાં લીલા રંગના કપડા પહેરો.

 • નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે ગ્રે રંગના કપડાં પહેરીને મા દુર્ગાને પ્રસન્ન કરી શકો છો.
 • નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તમે આ દિવસે નારંગી રંગ પહેરી શકો છો. મા દુર્ગાને નારંગી રંગ ગમે છે.
 • નવરાત્રિના 5માં દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સફેદ રંગ પહેરવો શુભ માનવામાં આવે છે.

 • નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. આ દિવસ માટે લાલ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 • નવરાત્રિના 7 માં દિવસે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કહેવામાં આવે છે કે વાદળી રંગ પહેરવો શુભ ગણાય છે.

 • નવરાત્રિના 8મા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગ પહેરવો શુભ હોય છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ.
 • નવરાત્રિના 9માં દિવસે માતા સિદ્ધાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જાંબલી રંગ પહેરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગના કપડાં પહેરીને માતાની પૂજા કરો અને બાળકીઓને ભોજન કરાવો.

પ્રતિપદા તિથિ ઘટસ્થાપન શુભ મુહૂર્ત : નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન સાથે, નવ દિવસ સુધી માતા દેવીની પૂજા શરૂ થાય છે. ઘટસ્થાપન માટે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખો. 7 ઓક્ટોબરના રોજ ઘટસ્થાપનનો શુભ સમય સવારે 6.17 થી 7.07 સુધીનો છે. આ સમયે ઘટસ્થાપના કરવાથી નવરાત્રિ ફળદાયી બને છે.

 • અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ આરંભ – 06 ઓક્ટોબર 2021 ગુરુવારે સાંજે 04:34 વાગ્યાથી
 • અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ સમાપ્ત – 07 ઓક્ટોબર 2021 શુક્રવારે બપોરે 01:46 વાગ્યે
 • ઘટસ્થાપન મુહૂર્ત- 07 ઓક્ટોબરના રોજ સવારે 06.17 થી 07.07 સુધી.
YC