શા કારણે સલમાન ખાન ના આવ્યો કેટરીના કૈફના લગ્નમાં ? સામે આવ્યું મોટું કારણ, આ જગ્યાએ ચાલ્યો ગયો લગ્નના દિવસે જ

બૉલીવુડ અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, તે બંને ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે અને તેના માટે તેમને રાજસ્થાનનું સવાઈ માધોપુરથી 25 કિલોમીટર દૂર આવેલા ચોથના બરવાડામાં લગ્ન કરવાનું નક્કી કર્યું. ત્યારે હવે લગ્નમાં આવનારા વીઆઈપી મહેમાનો અને બોલીવુડના સિતારાઓને લઈને ઘણી બધી અફવાઓ ચાલી રહી છે. ઘણા લોકોના મનમાં એ પણ સવાલ છે કે શું સલમાન ખાન આ લગ્નની અંદર હાજરી આપશે ?

ત્યારે હવે આ વાતને લઈને મોટી જાણકારી પણ સામે આવી છે. સલમાન ખાન કેટરીનાના લગ્નમાં હાજરી નહીં આપે, આ ચર્ચા તો પહેલાથી જ ચાલતી હતી પરંતુ હવે આ વાત ઉપર પુષ્ટિ લાગી ગઈ છે. સલમાન હાલમાં જ મુંબઈ એરપોર્ટ ઉપર સ્પોટ થયો છે. તે આજે એટલે કે 9 ડિસેમ્બરના રોજ જ રિયાદ જવા માટે રવાના થશે. ત્યારે બીજી તરફ આજના દિવસે જ વિક્કી અને કેટરીના લગ્નના સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાના જીવનસાથી બની જશે.

સલમાન ખાન તેના દબંગ ટુર માટે રિયાદ ગયો છે. કોરોનાના કારણે વિદેશોમાં થવા વાળો સલમાન  ખાનનો આ કોન્સર્ટ છેલ્લા બે વર્ષથી થઇ શક્યો નથી પરંતુ આ વર્ષે સલમાન ખાન આ કોન્સર્ટ કરશે. સલમાન ખાન સાથે આ કોન્સર્ટ માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ રિયાદ જવા માટે રવાના થઇ છે. તે પહેલીવાર દબંગ ટુરનો ભાગ બનશે.

એરપોર્ટ પર શિલ્પાનો કૂલ લુક જોવા મળ્યો હતો. બ્લેક જોગર્સ, બ્લેક લેધર જેકેટ, ઓરેન્જ બેગ અને બંને પગમાં અલગ-અલગ કલરના શૂઝ પહેરેલી શિલ્પાએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

બોલિવૂડ અભિનેતા અને સલમાનના જીજાજી આયુષ શર્મા પણ પહેલીવાર દબંગ ટૂરનો ભાગ બની રહ્યો છે. તે હાલમાં જ સલમાન ખાન સાથે ફિલ્મ “અંતિમ: ધ ફાઈનલ ટ્રુથ”માં જોવા મળ્યો હતો. આફિલ્મ દર્શકોને ખાસ પસંદ આવી નહોતી.

આ ઉપરાંત મનીષ પૉલ પણ દબંગ ટૂરનો હિસ્સો છે. તે એરપોર્ટ પર પણ ખાસ અંદાજમાં જોવા મળ્યો હતો. કોમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવર પણ સલમાન ખાન સાથે દબંગ ટૂરમાં ભાગ લેવા માટે રિયાદ જવા રવાના થયા હતા.

આ ઉપરાંત બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ પણ આ ટુરનો ભાગ હતી પરંતુ મની લોન્ડરિંગ કેસમાં ઇડી સાથેની પુછપરછના કારણે તેને છેલ્લા સમયે પોતાનું નામ કોન્સર્ટમાંથી પાછું લેવું પડ્યું હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કેટરીના ઇચ્છતી હતી કે સલમાન ખાનના માતા પિતા પણ તેના લગ્નમાં સામેલ થાય અને તેને પોતાના આશીર્વાદ આપે. પરંતુ સલમાનના પિતા સ્લિમ ખાન અને તેની મા સલમાને સ્વાસ્થ્યની તકલીફના કારણે લગ્નમાં સામેલ થવું સંભવ નહોતું બન્યું.

Niraj Patel