ટીવી ઇન્ડસ્ટ્રીના જાણિતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ નિધન થઇ ગયુ છે. તેમના આકસ્મિક નિધનથી પરિવાર સહિત સેલેબ્સ આઘાતમાં છે. પરિવારના સભ્યો અનુસાર, સિદ્ધાર્થે શહેનાઝને જણાવ્યુ હતુ કે, તેને બેચેની થઇ રહી છે, જે બાદ શહેનાઝે તેની માતાને ફોન કર્યો હતો.
1204 નંબરના ફ્લેટમાં શહેનાઝ ગિલ સિદ્ધાર્થ સાથે હતી, મોડી રાત્રે લગભગ 3-3.30 વાગ્યાની વચ્ચે સિદ્ધાર્થે શહેનાઝને જણાવ્યુ કે તેમને બેચેની થઇ રહી છે. સિદ્ધાર્થની માતાને શહેનાઝે ફોન કર્યો, તેઓ તે જ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે રહે છે. ફોન પર ખબર મળતા જ સિદ્ધાર્થની માતા 1204 નંબરમાં આવી. તેમણે સિદ્ધાર્થ સાથે વાત કરી અને પાણી આપ્યા બાદ તેને સૂવા માટે કહ્યુ અને કહ્યુ કે, આંખ બંધ કરી આરામ કર.
તે બાદ સિદ્ધાર્થ શુક્લા શહેનાઝ ગિલની હથેળીઓ પર માથુ રાખી સૂઇ ગયા. પોલિસને આપેલ નિવેદનમાં શહેનાઝ ગિલે જણાવ્યુ કે, તેને વોશરૂમ જવુ હતુ પરંતુ સિદ્ધાર્થની પરેશાની જોઇ તે બેડ પરથી ન હલી કારણ કે સિદ્ધાર્થ જાગી ન જાય અને બેચેન ન થઇ જાય. પરંતુ સવારે લગભગ 5.30 વાગ્યા આસપાસ શહેનાઝે મહેસૂસ કર્યુ કે, સિદ્ધાર્થનું શરીર ઠંડુ પડતુ જઇ રહ્યુ છે.
શહેનાઝ તરત જ સિદ્ધાર્થની માતાને ફોન કર્યો અને કહ્યુ કે સિદ્ધાર્થનું શરીર ઠંડુ પડતુ જઇ રહ્યુ છે. આ જ બિલ્ડિંગમાં સિદ્ધાર્થની મોટી બહેન પ્રીતિ પણ રહે છે. સિદ્ધાર્થની માતાએ તેની બહેન પ્રીતિને જાણ કરી તે બાદ પૂરો પરિવાર 1204 નંબરના ફ્લેટમાં પહોંચ્યા. સિદ્ધાર્થનું શરીર ઠંડુ પડી રહ્યુ હતુ, પરિવારે તેને જમીન પર ઉતાર્યો અને તેના શ્વાસ ચેક કર્યા અને તેની નાડી ચેક કરી અને ફેમિલી ડોક્ટરને જાણ કરી. તે બાદ તરત જ સિદ્ધાર્થને લઇને તેના જીજાજી અને બહેન તેમજ નજીકના લોકો કૂપર હોસ્પિટલ પહોંચ્યા. જયાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો.