“RRR” ફિલ્મમાં જુનિયર NTR અને રામચરણની મિત્રતાને સમલૈગિંગ ગણા વી બેઠા વિદેશી, રામગોપાલ વર્માએ કહી આ મોટી વાત, જુઓ

થોડા સમય પહેલા જ આવેલી “RRR” ફિલ્મ દેશમાં જ નહિ આખી દુનિયામાં ચર્ચાનો વિષય રહી, હજુ પણ આ ફિલ્મનો ક્રેઝ  જોવા મળી રહ્યો છે. રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ અભિનીત એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તે 2022ની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. તેણે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા અને વિદેશમાં પણ ઘણી કમાણી કરી.

ત્યારે હવે આ ફિલ્મ ફરી એકવારચર્ચામાં છે પરંતુ એક વિચિત્ર કારણસર. પશ્ચિમી દર્શકોએ ફિલ્મની સમીક્ષા કરી છે અને રામ ચરણ અને જુનિયર એનટીઆરની કેમિસ્ટ્રીને ‘ગે’ ગણાવી છે.  RRR જોયા પછી, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સઓએ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરના બોન્ડિંગ વિશે વાત કરી છે.

આ ફિલ્મમાં તેમની વચ્ચેની મિત્રતાને સમલૈંગિક ગણાવી છે. એક ટ્વીટમાં લખ્યું છે, ‘શાનદાર એક્શન, હા. સાહસ, હા. બદલો, હા. પરંતુ તમારામાંથી કોઈએ મને કેમ ન કહ્યું કે #RRRMovie એક ગે મૂવી છે.’ આ પ્રકારની ટ્વીટ હવે આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયામાં સામે આવી રહી છે અને તેના કારણે જ ચર્ચા ગરમાઈ છે.

ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, “પશ્ચિમી દર્શકો સાથે સંમત છું કે RRRમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની કેમેસ્ટ્રી એક ગે કપલ જેવી છે.” આ ઉપરાંત ઘણા ભારતીય દર્શકોએ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆરની મિત્રતા પરની ગે ટિપ્પણીને બકવાસ ગણાવી છે અને ટ્વિટ કર્યું છે કે, ‘પશ્ચિમી દર્શકો માનસિક રીતે પીડાઈ રહ્યા છે. બે માણસોની મિત્રતા પર આધારિત ફિલ્મ તે પચાવી શકતો નથી.”

Niraj Patel