નાશ્તામાં ખાઓ આ 6 વસ્તુઓ, માખણની જેમ પીગળી જશે પેટની ચરબી

જો તમે પણ મોટાપાથી ચિંતિત છો અને વજન ઓછું કરવા માંગો છો તો તમારે તમારા રોજીંદા જીવનમાં ખાણી-પીણીમાં અમુક ફેરફાર કરવાની જરૂર રહેશે. વજન જો એક વાર વધી જાય તો તેને ઘટાડવું ખુબ મુશ્કેલ કામ છે. એવામાં હેલ્દી રહેવા માટે ખાસ કરીને સવારના નાશ્તા પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે.જે તમને આખો દિવસ એનર્જીયુક્ત રાખશે, વજન પણ ઓછું થશે અને સાથે જ ઘણી બીમારીઓ સામે પણ રક્ષણ મળશે.કમરની ચરબી પુરા શરીરનો લુક ખરાબ કરી દે છે, એવામાં સવારના નાશ્તામાં અમુક વસ્તુઓને શામિલ કરો, અને તેના સેવનથી કમરની ચરબી પણ જલ્દી જ પીગળી જશે.

1. લીંબુ અને મધ: કમરની ચરબી અને શરીરનું વજન ઓછું કરવા માટે રોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ મિક્સ કરીને ખાલી પેટ પીવું જોઈએ, સ્વાદ માટે તમે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. જે તમારા શરીરની ચરબી ઝડપથી જ દૂર કરી દેશે.

2. દહીં: આયુર્વેદમાં પણ દરેક રોજ નાશ્તામાં એક વાટકી દહીંને ચોક્કસ શામિલ કરો. કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર દહીં વજન ઓછું કરવામાં મદદ કેરે છે અને સાથે જ શરીરમાં પ્રોટીનની માત્રાને પણ પૂર્ણ કરે છે.દહીં સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. સવારના નાશ્તામાં દહીં ખાવાના અનેક ફાયદાઓ છે, દહીંમાં પ્રોબાયોટિક્સ પણ મળી આવે છે તમારા પેટને સાફ રાખે છે અને તેનાથી પાચન પણ સારું રહે છે.

3. ઉપમા: ઉપમામા રહેલું સિમોલીના તત્વ વજનને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે, સાથે જ તે ગુડ કોલેસ્ટ્રોલને પણ વધારે છે, ધ્યાન રાખો કે ઉપમા હંમેશા ઓછા તેલમાં જ બનાવો.

4. સફરજન અને સંતરા: સફરજન અને સંતરા એવા ફળો છે જે હેલ્થ એક્સપર્ટ પણ સવારના નાશ્તામાં શામિલ કરવાની સલાહ આપે છે.બ્રેકફાસ્ટમાં સવારે સફરજન અને સંતરાને શામિલ કરવાથી ઉર્જાની સાથે સાથે રોગપ્રતિકારક ક્ષમતા પણ વધારે છે.જેનાથી પાચનતંત્ર પણ સુધરે છે અને શરીરનું મેટાબોલિઝ્મ પણ સુધરે છે.

5. ઈંડા: રોજના નાશ્તામાં ઈંડાનું સેવન કરવાથી શરીરમાં બીમારીઓને દૂર રાખવામાં તાકાત મળે છે. ઈંડામાં ખુબ સારી માત્રામાં પ્રોટીન અને પોષક તત્વો મળી આવે છે જેમ કે વિટામિન ડી. રોજ એક ઈંડુ ખાવાથી પુરા દિવસની વિટામિન ડીની પુર્તિ થઇ જાય છે.

6. ઓટમીલ: સવારે નાશ્તામાં ઓટમીલ ખાવાની સલાહ આપવામાં આવે છે.સાધારણ ઓટમીલ તમે ફળોની સાથે પણ ખાઈ શકો છો. ઓટ્સમાં ખુબ સારી માત્રામાં ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ મળી આવે છે જે હૃદય માટે ખુબ જ સારું માનવામાં આવે છે.

Krishna Patel