જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળ: (31 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર) – જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ કે ધંધાને લાભ? કોના ગ્રહ થશે ઉથલ પાથલ? વાંચો

આપણી રાશિ પ્રમાણે આપણે ભાગ્ય બનતું હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માણસનું ભાગ્ય પણ તેની રાશિ પ્રમાણે દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રીતે બનતું હોય છે. આવનાર અઠવાડિયામાં 31 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધી તમારું ભાગ્ય કેવું રહેશે ચાલો જોઈએ.

1. મેષ રાશિ:
વ્યવસાય સંબંધી મામલાઓમાં આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે. તમારા કામકાજમાં આગળ વધવાના સારા અવસર છે. આ અઠવાડિયું સફળતાથી ભરેલું રહેશે. ઘરમાં પણ ઉત્સવ જેવો માહોલ રહેશે. પારિવારિક સુખમાં વૃદ્ધિ થશે. પોતાના આકર્ષક વ્યક્તિત્વ અને સકારાત્મક વિચારોના કારણે વિરોધીઓના દિલમાં પણ તમે પોતાની જગ્યા બનાવી શકશો.  કોઈપણ મુશ્કેલ કામને કરવું તમારા માટે મુશ્કેલ નહિ હોય. દરેક સમસ્યાનું સમાધાન શોધવામાં તમે સફળ રહેશો. કલાત્મક અને રચનાત્મક કામોમાં બહુ જ જલ્દી સફળ થશો. પ્રેમ અને રોમાંસમાં પણ કેટલાક આશ્ચર્યજનક બદલાવ જોવા મળશે.

2. વૃષભ રાશિ:
તમારે સ્વાસ્થ્યવર્ધક જીવન જીવવા માટે પ્રયાસ કરવા પડશે. આળસનો ત્યાગ કરવો, ખાવા-પીવામાં સાવધાની રાખવી, ખરાબ આદતો છોડવી ત્યારે જઈને કંઈક વાત બનશે. કાર્યક્ષેત્રમાં તમારા સિનયરનું વલણ સારું નહીં રહે. આ વાત તમને તણાવમાં મૂકી શકે છે. જો કે તણાવમાં આવવાની જગ્યાએ સિનિયર સાથે તાલમેલ સાધવાનો પ્રયત્ન કરવો. કારણ કે તેનાથી જ તમારી સ્થિતિ સુરક્ષિત રહી શકશે. રોકાણ સાથે જોડાયેલા લાભ આપવા વાળા વિકલ્પો તમને લલચાવી શકે છે. તમારા માટે સલાહ છે કે પૈસા રોકાણ કરાવવા વાળી સ્કીમથી જોડાયેલી ઝીણવટ ઉપર વિચાર કરવો. ભાવનાત્મક નિર્ણયો માટે સમય અનુકૂળ નથી.

3. મિથુન રાશિ:
ઘર ખરીદવાની યોજના જોર પકડી શકે છે. આ દિશામાં તમારા પ્રયાસો સફળ થતા જોઈ શકાય છે. લાંબા સમયથી ચાલી રહેલા માનસિક તણાવથી છુટકારો મળશે. પાછળનો કેટલોક સમય કડવાહટ ભરેલો રહ્યો હોય પરંતુ આવનાર સમય સુખ અને શાંતિ લાવશે. વિદ્યાર્થીઓ સકારત્મક બનવાનું રહેશે જેના કારણે તેમને તેમની મહેનતનું પરિણામ મળી શકે. આઇટી સાથે જોડાયેલા લોકોને પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો સમય છે. રોકાણ કરતી વખતે સતર્કતા રાખવી. લાલચમાં આવીને ક્યાંય પૈસા ના લગાવવા.

4. કર્ક રાશિ:
પ્રેમી અથવા પ્રેમિકા સાથે તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આ તણાવ ઝઘડાનું રૂપ પણ લઇ શકે છે. પોતાના ગુસ્સા ઉપર કાબુ રાખવો. આવેગમાં આવીને સંબંધો બગાડવામાં સમજદારી નથી. આ રાશિના જાતકો નોકરી બદલવાનો વિચાર પાક્કો કરી શકે છે. માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આગળ વધવાનો સારો અવસર છે. જે લોકો વિદેશી કંપનીઓ સાથે જોડાયેલા છે તેમને લાભ પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલી રહેલા કોર્ટ કચેરીના મામલા તમારા પક્ષમાં ઉકલશે. મિત્રોની સહાયતાથી અટવાયેલા કામ બનશે. ગૃહસ્થ જીવનને લઈને કેટલીક ચિંતાઓ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

5. સિંહ રાશિ:
તમારી દૃઢ નિશ્ચયતા અને નિર્ભયતા વધી રહી છે. તમારા આત્મબળમાં પણ વધારો થશે. તમે માનસિક સ્વસ્થતાનો અનુભવ કરશો. લાંબા સમયના રોકાણ માટે સતર્ક રહેવું. તેમાં જોડાયેલા કાનૂની વિવાદોમાં સપડાવવાના સંકેત બની રહ્યા છે. કામ સંબધિત યાત્રાઓ સફળ બનશે. લવ લાઈફ માટે સમય ચુનોતી પૂર્ણ બનવાનો છે. પ્રેમ સંબંધોમાં બનેલી ગેરસમજ જેમ બને તેમ જલ્દી દૂર કરવી. આવક બરાબર રહેશે. જીવનસાથીની નિક્ટતાનું સુખ પ્રાપ્ત કરી શકશો. નોકરી સાથે જોડાયેલા લોકોને અધિકારીઓની મદદ મળશે. વિચારેલા કેટલાક જરૂરી કામો પણ પુરા કરી શકશો. ધંધા સાથે જોડાયેલા રોકાણમાં લાભ થશે.

6. કન્યા રાશિ:
જરૂરિયાત પડવા ઉપર મિત્રો અને સંબંધીઓ પાસેથી મદદ મળવામાં અડચણ નહીં આવે. કોઈપણ કઠિન પરિસ્થિતિમાં લોકો તમારો સાથ આપવા તૈયાર રહેશે. કામ કાજનાં વિસ્તારમાં તમારી મેન્જમેન્ટ ક્ષમતા અને વિવેકનો પ્રયોગ કરવો. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. સમય રહેતા કામ પુરા કરવાની આવડતને પ્રોત્સાહન મળશે. પોતાના જીવનસાથી અથવા પ્રેમીની પ્રસંશા કરવી જેના કારણે સંબંધ વધુ મજબૂત બને.

7. તુલા રાશિ:
પોતાની બુદ્ધિજીવિતા અને રીતભાતથી તમારા સિનિયર્સનું ધ્યાન તમારા તરફ આકર્ષિત કરશો. તમારી આ ખૂબીઓના કારણે તમારા પ્રમોશનની સંભાવના પ્રબળ થશે. પ્રેમ સંબંધમાં મતભેત થઇ શકે છે. જેના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે અંતર વધી શકે છે.  હૃદય સંબંધી બીમારીઓ સાથે જોડાયેલા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. કસરત કરવી. ખાણીપીણી ઉપર ધ્યાન રાખવું અને મીઠાનું સેવન ઓછું કરવું. કોઈપણ કામમાં ઉતાવળ કરવાથી બચવું. નાની નાની વાતમાં લોકો સાથે ના ઉલજવું જેના કારણે તમને જ મુશ્કેલી થઇ શકે છે.

8. વૃશ્ચિક રાશિ:
સ્વસ્થ જીવન જીવવા માટે તમારે અનુશાસિત જીવનશૈલી અપનાવવાની જરૂર છે. કોઈ ખાસ કામ માટે તમારે દૂરની યાત્રા કરવી પડી શકે છે. ચાલુ સ્કીમમાં પૈસાનું રોકાણ કરતા પહેલા બચવું. ધનહાનિનો યોગ બની રહ્યો છે. લાલચ ખોટી વસ્તુ છે જેના કારણે જલ્દી જ અમીર બનાવના સપના ના જુઓ. પ્રેમ સંબંધ માટે અઠવાડિયું સારું રહેશે. પ્રેમી અથવા પ્રેમિકા સાથે સારો સમય પસાર થશે. તમારા ગમતા શોખ માટે સમય કાઢવો. ખર્ચ ઓછા કરવા ઉપર પણ વિચાર કરવો. કોઈને પણ વગર માંગે સલાહ ના આપવી.

9. ધન રાશિ:
સામાજિક મેળવળા દરમિયાન સારા સંપર્કો બનશે. આ સંપર્કો ભવિષ્યમાં તમને વધારે કામ આવશે. યાત્રા દરમિયાન તકલીફ ના થાય એ માટે અગાઉ જ આયોજન કરીને ચાલવું. જુગાર અથવા સટ્ટાબાજીમાં પૈસા ખોઈ શકો છો. જીવન ઉપર ગંભીર વલણ અપનાવવાના કારણે સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં કોઈ તમારી સાથે ખરાબ વ્યવહાર કરી શકે છે. માટે તૈયાર રહેવું અને પ્રતિક્રિયા ના આપવી. પોતાનો તણાવ દૂર કરવા માટે પરિવારની મદદ લેવી. તેમની મદદને ખુલ્લા દિલે સ્વીકારવી. પોતાની ભાવનાઓ પણ તેમની સમક્ષ અભિવ્યક્ત કરવી.

10. મકર રાશિ:
વ્યવસાય સંબંધિત સોનેરી અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે. જરૂરી છે કે યોગ્ય સમયે તમે આ અવસરોને ઓળખો અને તેનો ફાયદો ઉઠાવો. તમારા આકર્ષક વ્યક્તિત્વથી દરેક વ્યક્તિ પ્રભાવિત થશે. તમારો વિનમ્ર સ્વભાવથી લોકોનું દિલ જીતી શકશો અને તમારો સંબંધ તૂટવાથી બચી જશે. નામી કંપનીઓના શેરમાં રોકાણ કરવાથી ફાયદો રહેશે. યાત્રાનું આયોજન પહેલાથી બનાવી લેવું જેના કારણે તણાવ ના થાય. વિચાર્યા વગર કોઈપણ વ્યવસાયિક અને કાનૂની દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કરવા નહીં. સ્વાસ્થ્યને લઈને પણ ગંભીર થઇ જવું. નહિ તો નુકશાન થઈ શકે છે.

11. કુંભ રાશિ:
મુશ્કેલીઓ દૂર થશે. તમારા સકારાત્મક વલણના કારણે તમે દરેક સમસ્યાનું સમાધાન હસતા હસતા કરી શકશો. પોતાના વિવેકના બળ ઉપર મુશ્કેલીઓ દૂર કરવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તમારે હરકતમાં આવવું પડશે. દરેક ચુનોતીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. મ્યુચ્યલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલી લેવડ-દેવડ પુરી થશે અને લાભ થશે. પરિવારની જરીરુયાતોનું ધ્યાન રાખવું અને તેમને સમય આપવો. વિધાર્થીઓ જે પણ પ્રતિયોગિતામાં ભાગ લેશે તેમનો પ્રતિસ્પર્ધી સ્વભાવ તેમને જીત અપાવવામાં સહયોગ આપશે.

12. મીન રાશિ:
નવી રીતે ધન કમાવવા માટે વિચાર કરશો. ખાવા પીવામાં સાવધાની રાખવી જરૂર છે જેના કારણે સારી તબિયતનો આનંદ લઇ શકાય. સરખા વિચારો વાળા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. આ મુલાકાત ભાગીદારીમાં બદલાઈ શકે છે અને તમે તેમની સાથે નવો વ્યવસાય શરૂ કરવાનું પણ વિચારી શકો છો. પ્રેમ સંબંધોમાં પરિપક્વ અને ગંભીર વલણ અપનાવવાની જરૂર છે. કેટલાક જાતકોને નોકરી બદલવા માટેના અવસર મળી શકે છે. પોતાના બાળકો માટે કેટલીક ખાસ યોજના બનાવવી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.