કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ અને અચાનક જ માથા ઉપર એટલું નજીક આવી ગયું વિમાન કે વીડિયો જોઈને જ તમારા પણ હોશ ઉડી જશે

લગ્નનો માહોલ ચાલી રહ્યું છે, ચારેકોર લગ્નની શરણાઈઓ વાગી રહી છે, આ દરમિયાન લગ્ન કરાવનારા યુવક યુવતીઓ પોતાના લગ્નને યાદગાર બનાવવું માટે ફોટોશૂટને ખાસ મહત્વ આપતા હોય છે, ખાસ કરીને આજે પ્રિવીડિંગ ફોટોશૂટનું મહત્વ પણ વધી ગયું છે અને જેના કારણે લગ્ન કરનાર કપલ કોઈ નવા સ્થળે જઈને પ્રિવીડિંગ ફોટોશૂટ કરાવીને પોતાની લગ્નને વધુ યાદગાર બનાવે છે.

ઘણીવાર પ્રિવીડિંગ ફોટોશૂટમાં લોકો એવા એવા ફોટોશૂટ કરાવતા હોય છે જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે, હાલ એવા જ એક ફોટોશૂટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક કપલ ફોટોશૂટ કરાવી રહ્યું હોય છે, ત્યારે જ તેમના માથા ઉપર એક વિમાન આવે છે અને તેના ધુમાડાથી કપલને નવડાવી દે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્નના આલ્બમને ખાસ બનાવવાના ચક્કરમાં આ કપલે જે કર્યું કે ખુબ જ હેરાન કરી દેનારું હતું. આ કપલે પોતાના લગ્નનું ફોટોશૂટ કરવા માટે એક અલગ જ જગ્યાની પસંદગી કરી. આ માટે કપલ શૂટિંગ કરવા પ્લેનના રનવેની નજીક પહોંચી ગયા. તમે વીડિયોમાં જોઈ શકો છો કે લગ્નના જોડામાં તૈયાર થયેલા આ કપલના માથા ઉપરથી જે રીતે પ્લેન પસાર થઇ રહ્યું છે તે જોઈને કોઈની પણ હાલત ખરાબ થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Indian fashion (@bride_buzz)

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે લગ્નના કપડાંની અંદર વર-કન્યા ફોટોશૂટ કરાવે છે અને તેમની આગળ કેમેરામેન ફોટો ક્લિક કરે છે અને તેમની પાછળથી એક પ્લેન ઉડતું આવે છે અને તેમની એકદમ માથા ઉપરથી જ ઉડે છે, આ દરમિયાન પ્લેનમાંથી ધુમાડા જેવું કઈ નીકળે છે અને વર-કન્યાને આખા નવડાવી નાખે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel