ધોરાજીમાં આ વર કન્યાએ પોતાના લગ્નમાં પ્રસરાવ્યો દેશભક્તિનો રંગ, જોઈને તમારી છાતી પણ ગદગદ જશે, જુઓ વીડિયો

ધોરાજીના આ પરિવારે પોતાના લગ્નની અંદર કર્યું એવું કે હવે આખો દેશ કરી રહ્યો છે તેમની પ્રસંશા, જુઓ વીડિયો..

હાલ દેશભરમાં લગ્નનો માહોલ છવાયેલો છે, ગુજરાતમાં ઠેર ઠેર રોજ ઘણા લગ્નો યોજાઈ રહ્યા છે, આ દરમિયાન લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે, જેમાં અલગ અલગ લગ્નમાં અલગ અલગ રંગ પણ જોવા મળતા હોય છે, ત્યારે હાલ ગુજરાતના ધોરાજીમાંથી એક એવા લગ્નનો વીડિયો સામે આવ્યો છે જેને સૌને દેશભક્તિના રંગમાં રંગી દીધા છે.

ધોરાજીમાં રહેતા માથુકીયા પરિવારની અંદર લગ્નની શરણાઈઓ ગુંજી રહી હતી. ધોરાજીમાં જ રહેતા દીપકભાઈ માથુકીયાની દીકરી ચિ. શ્રુતિના લગ્ન ચિ. નીલ સાથે યોજાઈ રહ્યા હતા. લગ્નની અંદર ઘણા બધા મહેમાનો પણ આવેલા હતા અને લગ્નનો રજવાડી ઠાઠમાઠ પણ છવાયેલો જોવા મળી રહ્યો હતો.

આ દરમિયાન જ વર કન્યાએ સ્ટેજ ઉપર ઉભા થઈને રાષ્ટ્રગીતનું પઠાણ શરૂ કર્યું, આ દરમિયાન વર કન્યા સાથે મહેમાનો પણ સાવધાન મુદ્રામાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. વર કન્યાની આ પહેલને જોઈને લગ્નમાં આવેલા મહેમાનો પણ ખુબ જ ખુશ થયા હતા અને આ રીતે પણ રાષ્ટ્રભાવના લોકોના દિલમાં જગાવવાના આ અનોખા પ્રયાસની પ્રસંશા પણ કરી હતી.

સોશિયલ મીડિયામાં આ લગ્નનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વર કન્યા સ્ટેજ ઉપર ઉભા રહ્યા છે અને લગ્ન સ્થળે મહેમાનો પણ ઉભા છે અને ત્યારે જ રાષ્ટ્રગીત શરૂ થાય છે અને લગ્નમાં હાજર તમામ લોકો દેશભક્તિના રંગે રંગાઈ જાય છે. વાયરલ વીડિયોને જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી અને વર-કન્યાના આ નવતર પ્રયોગની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

માથુકીયા પરિવારમાં યોજાયેલા આ લગ્નની અંદર રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા તેમને પણ વર-કન્યા અને માથુકીયા પરિવારના આ કાર્યની પ્રસંશા કરવાની સાથે સાથે વર કન્યાને આશીર્વાદ પણ આપ્યા હતા. રાષ્ટ્રગીતના પઠન બાદ વર કન્યાએ ફેરા લીધા હતા.

Niraj Patel