લગ્નના રીતિ રિવાજો વચ્ચે રમો આ 5 ગેમ, કંટાળાજનક લગ્નમાં પણ મચી જશે અનેરી ધમાલ, જુઓ વીડિયો

લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે, અને આજકાલ તો લગ્નની પ્રથાઓ પણ બદલાઈ ગઈ છે. ઘણા લગ્નની અંદર કંઈકને કંઈક તમને અવનવું જોવા મળી જશે. ઘણીવાર લગ્નની અંદર કોઈ ગેમ પણ રમાડવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આવા મજેદાર લગ્નના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે.

1. બીયર પૉંગ
આ સૂચિમાં પ્રથમ ગેમ બીયર પૉંગ છે. આ ગેમ બે ગ્રુપ વચ્ચે રમવામાં આવે છે, જેમાંથી દરેક ઉમેદવાર વચ્ચે મુકાબલો કરવામાં આવે છે. આમાં ટેબલને બીજી બાજુ મૂકેલા ગ્લાસમાં થ્રો કરવો પડે છે અને જે લક્ષ્ય ચૂકી જાય છે, તે હારી જાય છે. ભરચક સભામાં આ રમત રમવાની એક અલગ જ મજા છે.

2. ટગ ઓફ વોર
ટગ ઓફ વોર વિશે દરેક જણ જાણે છે. દરેક વ્યક્તિ આ રમત શાળા, કોલેજમાં ખૂબ રમે છે. બીજી તરફ લગ્નમાં છોકરા-છોકરીઓની ટીમ બનાવીને આ રમત રમાડવામાં આવે તો તેની મજા જ કંઈક અલગ બની જાય છે.

3. સ્પિન ધ વ્હીલ
વરરાજા કન્યા સાથે સ્પિન વ્હીલ રમી શકે છે. ત્યારે જાણી શકાય છે કે બેમાંથી કોનું નસીબ સારું છે. જ્યારે પરિવાર, મિત્રો અને નજીકના લોકો સાથે મહેફિલ સજે છે ત્યારે આ રમતની મજા કંઈક અલગ હોય છે.

4. જોધા અકબર
જોધા અકબરને પ્રેમની સાચી ઓળખની કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ રમતમાં ઘણી દુલ્હનોને તેમના ચહેરા છુપાવીને વરની સામે ઉભી રાખવામાં આવે છે અને વરરાજાએ તેને સ્પર્શ કરીને તેની વાસ્તવિક કન્યાને ઓળખવાની હોય છે. આ ઉપરાંત  કન્યાની આંખો પર પટ્ટી બાંધીને, તેણે ઘણા પુરુષો વચ્ચે તેના પતિની ઓળખ કરવી પડે છે.

લગ્નની મજા બમણી કરવા માટે અનેક પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવે છે. આ રમતો છોકરીઓ અને છોકરાઓ વચ્ચે, વર અને કન્યાની વચ્ચે તેમજ મિત્રો વચ્ચે રાખવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓથી લગ્નની મજા અને યાદો અનેક ગણી વધી જાય છે. આજે અમે તમારા માટે આવી જ કેટલીક ગેમનું લિસ્ટ લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા મિત્રો અને નજીકના લોકોના લગ્નને વધુ યાદગાર બનાવી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by WedAbout.com (@wedabout)

5. રૂમાલ રમત
આ રમત પણ બે લોકો વચ્ચે કરવામાં આવે છે. રમતમાં, વ્યક્તિએ જમીન પર પડેલા રૂમાલને ઉપાડવાની સાથે સાથે પ્રયાસ કરવો પડે છે કે બીજી વ્યક્તિ તે રૂમાલ ઉપાડી શકે નહીં. આ ગેમ રમવાની સાથે તેને જોવાની પણ ઘણી મજા આવે છે.

Niraj Patel