ક્યારેય જોયું છે પેપેર કેવી રીતે બંને છે ? રદ્દી કચરામાંથી પેપર બનાવતો વીડિયો થયો વાયરલ, જોઈને તમે પણ હેરાન થઇ જશો, જુઓ

તમારા ઘરે પડી રહેલા નકામા કાગળ અને અખબારમાંથી કેવી રીતે ફરીથી બને છે કાગળ ? વીડિયો જોઈને હોશ ઉડી જશે.. જુઓ

Making Paper From Waste : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણીવાર એવી એવી વસ્તુઓ જોવા મળતી હોય છે જેના વિશે આપણે કલ્પના પણ ના કરી હોય. આપણા રોજ બરોજના જીવનમાં વપરાતી ઘણી બધી વસ્તુઓ કેવું રીતે બને છે તેના વિશે પણ આપણને ખબર નથી હોતી, ત્યારે તેના વીડિયો સામે આવતા જ આપણા હોશ ઉડી જાય છે.

જ્યારે તમે કચરો કે અખબાર રદ્દીવાળાને આપો છો, ત્યારે તમે ક્યારેય વિચાર્યું છે કે તે ક્યાં જાય છે? તમે સાંભળ્યું જ હશે કે નકામા કાગળ અથવા સખત કાગળને બાળીને તેમાંથી નવો કાગળ તૈયાર કરવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય આ પ્રક્રિયા બનતી જોઈ નથી. ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા યુઝર્સ માટે આ પ્રક્રિયાનો એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે.

હર્ષ ગોએન્કાએ શેર કરેલ આ રસપ્રદ વિડિયો બતાવે છે કે કેવી રીતે કાગળને રિસાયકલ કરવામાં આવે છે. તેની શરૂઆતી પ્રક્રિયા ક્રશરથી શરૂ થાય છે જેમાં નકામા કાગળને બારીક પાવડરમાં ગ્રાઈન્ડ કરવામાં આવે છે. આ પાવડરને પછી પ્રવાહીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તેને પાઇપ દ્વારા એક કન્ટેનરમાંથી બીજા કન્ટેનરમાં પમ્પ કરવામાં આવે છે અને પછી રોલર તેની શીટ્સ બનાવે છે.

શીટ તૈયાર થયા પછી, તેને તડકામાં સૂકવવામાં આવે છે અને સૂકાયા પછી તેને જરૂરિયાત મુજબ પ્રમાણભૂત કદમાં કાપવામાં આવે છે. વીડિયોને શેર કરતા હર્ષ ગોયેન્કાએ લખ્યું કે, “કચરામાંથી કાગળ કેવી રીતે બને છે તે જોવું ખૂબ જ રસપ્રદ છે, આવી વસ્તુઓ વિશ્વને વધુ સારી જગ્યા બનાવશે”  ત્યારે આ વીડિયોને હવે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel