વચન નિભાવ્યું: નટરાજન, શાર્દૂલ, સિરાજ પછી આ ક્રિકેટરને પણ આનંદ મહિન્દ્રાએ આપી લક્ઝુરિયસ ગાડી, તો ક્રિકેટરે આવી રીતે માન્યો આભાર

મશહૂર બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન પૂરુ કરતા ભારતીય યુવા ક્રિકેટર વોશિંગટન સુંદરને એસયુવી ‘થાર’ ગિફટ કરી છે. આઇપીએલ 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા ઓલરાઉન્ડર સુંદરને એસયુવી ગાડી મળવા પર તેણે આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો.

વોશિંગટન સુંદરે સોશિયલ મીડિયા પર તેની નવી મહિન્દ્રા થાર સાથે તસવીર પોસ્ટ કરતા તેની ખુશીનો ઇઝહાર કર્યો હતો. વોશિંગટન સુંદરે પોસ્ટ શેર કરતા લખ્યુ હતુ કે, આ ખૂબ જ સુંદર ગિફટ અને મોટિવેશન માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આનંદ મહિન્દ્રા.

 

View this post on Instagram

 

A post shared by Washington Sundar (@washisundar555)

તેણે આગળ લખ્યુ કે, આ અમે બધા યુવાઓને મોટિવેટ કરે  છે. મને પૂરો વિશ્વાસ છે કે, તમારુ સમર્થન ઘણા લોકોની રમતને મોટિવેટ કરશે. જેનાથી આપણા દેશને ગર્વનો અવસર મળશે. તમારો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ સર.

તમને જણાવી દઇએ કે, આ પહેલા ભારતીય ક્રિકેટર જગતના ખેલાડી એવા મોહમ્મદ સિરાજને પણ ચમચમાતી એસયુવી મહિન્દ્રા થાર ભેંટમાં આપી છે. સિરાજે આ જાણકારી ઇન્સ્ટા અને ટ્વીટર એકાઉન્ટ પર શેર કરીને આપી હતી અને આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો હતો.

આનંદ મહિન્દ્રાએ કુલ 6 ક્રિકેટરોને એસયુવી થાર આપવાનું વચન આપ્યું હતું, જેમાં આગળના દિવસોમાં આનંદજી શાર્દુલ ઠાકુર અને ટી નટરાજનને ગાડી ભેંટમાં આપી ચુક્યા છે.

Shah Jina