ભુજમાં લારી ઉપર રોટલા વેચીને ભણાવ્યો દીકરાને, અને હવે 25 વર્ષના દીકરાએ પિતાનું માથું ગર્વથી કર્યું ઊંચું, UPSCમાં થયો પાસ

એક કહેવત છે કે “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” જે લોકો મહેનત કરે છે તેમને સફળતા જરૂર મળતી હોય છે, ઘણા લોકોની સફળતાની કહાનીઓ આપણે સાંભળી છે, ઘણા એવા લોકો હોય છે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું હોય તો ઘણા યુવાનો પોતાના માતા પિતા અને પોતાના સપનાને સાકાર કરવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે.

થોડા સમય પહેલ જ યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં ગુજરાતના પણ ઘણા યુવાનોએ બાજી મારી. આ શ્રેણીમાં ભુજનો પણ એક 25 વર્ષીય યુવાન છે, જેની સફળતાની ચર્ચાઓ આજે ઠેર ઠેર થતી જોવા મળી રહી છે, આ યુવાને એવી પરિસ્થિતિમાંથી આવી અને યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે.

આ યુવાનનું નામ છે વિવેક યાદવ. જેના પિતા ભુજના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે બાજરીનો રોટલો અને મગનું શાક વેચવા માટે લારી લઈને ઉભા રહે છે. આ લારી ઉપર જ જે આવક થાય તેમાંથી તે પરિવારનું ગુજરાન ચલાવતા અને દીકરાને ભણાવતા હતા. પરંતુ હવે દીકરાએ તેમનું પણ માથું ગર્વથી ઊંચું કર્યું છે.

વિવેક યાદવ તેના પરિવાર સાથે રામકૃષ્ણ કોલોનીમાં રહે છે. આ પરિવાર મૂળ રાજસ્થાનનો છે અને છેલ્લા ચાર દાયકાથી ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે લારી ઉપર વ્યવસાય કરી જીવન વિતાવે છે. વિવેકે જીપીએસસીની પરીક્ષામાં રાજ્યભરની અંદર 206મોં નંબર મેળવ્યો છે. વિવેક છેલ્લા બે વરસ્થહી જીપીએસસીની તૈયારી કરતો હતો. જેના બાદ હવે વર્ગ-2 અધિકારી તરીકે તે સ્ટેટ ટેક્સ ઓફિસર બનશે.

વિવેકે પોતાનું શિક્ષણ ભુજમાંથી જ લીધું છે. તેને ધોરણ 1થી11 સુધી અભ્યાસ હોસ્પિટલ રોડ મધ્યે આવેલી ભુજ ઇંગ્લિશ સ્કુલમાં કર્યો હતો. જેના બાદ 12મુ ધોરણ એક્સ્ટર્નલ તરીકે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યું. વિવેકે 2013થી 2017 સુહ્નદય કચ્છ યુનિવર્સીટીમાંથી એક્સ્ટર્નલ તરીકે બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો.

પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે વિવેક ત્યારબાદ નોકરીએ લાગ્યો. બે ત્રણ મહિના તેને મેડિકલ હેલ્પર અને સરકારી કચેરીમાં આઉટ સોર્સીંગ મારફતે ક્લાર્ક તરીકે પણ નોકરી કરી. પરંતુ તેની જીપીએસસીની તૈયારી કરવા માટેની ઈચ્છા શક્તિ જોતા તેના મોટાભાઈ કરણે  તેને નોકરી છોડી અને પરીક્ષાની તૈયારી કરવાની સલાહ આપી, જેના બાદ વર્ષ 2019માં વિવેકે નોકરી છોડી અને જીપીએસસીની તૈયારીમાં ઝંપલાવ્યું અને આજે સફળતા હાંસિલ કરી લીધી.

વિવેકે મીડિયા સાથે વાત  કરતા જણાવ્યું હતું કે તેની આ સફળતાથી પરિવાર ખુબ જ ખુશ છે. તેના પિતા અને પરિવારે તેને ખુભ જ સપોર્ટ કર્યો જેના કારણે તેને આ સફળતા મેળવી. આ ઉપરાંત વિવેકના જણાવ્યા અનુસાર હીમોફીલિયા નામની બીમારી છે, જેના કારણે શરીરમાં લોહીની ઉણપ છે. આ રોગના કારણે વિવેકને શરીરમાં ક્યાંય પણ ઇજા થાય તો લોહી બંધ નથી થતું જેના કારણે તેને વર્ષ 2015 અને 2016માં હીમોફીલિયા રોગના કારણે બેડરેસ્ટ લીધો અને સાથે એક્સ્ટર્નલનો અભ્યાસ કર્યો.

Niraj Patel