“ધ કાશ્મીર ફાઇલ્સ”ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યો ધડાકો, કહ્યું હવે આના પર ફિલ્મ બનાવીશ

નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ભારે ધૂમ મચાવી છે. આ ફિલ્મ 200 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. આ ફિલ્મ 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને હિજરત પર આધારિત છે. જો કે, એક વર્ગ આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. ઘણા લોકો કહે છે કે આ ફિલ્મ મુસ્લિમ વિરોધી છે અને સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે.પરંતુ વિવાદ અને વિવેક અગ્નિહોત્રીનો સંબંધ વર્ષો જૂનો છે.

અગાઉ ‘તાશ્કંદ ફાઈલ્સ’ને લઈને પણ ઘણો હોબાળો થયો હતો. હવે વિવેક ટૂંક સમયમાં દિલ્હી રમખાણો પર ફિલ્મ બનાવશે. ETimes સાથે વાત કરતા વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે અમે હાલમાં ‘ધ દિલ્હી ફાઇલ્સ’ બનાવી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે હું અહીં કોઈને ખોટું કહેવા કે કોઈને હરાવવા આવ્યો નથી. અમે જાતે જ ફિલ્મો બનાવીએ છીએ. અમે બોલીવુડની બહાર છીએ.

પોતાની ફિલ્મના વિવાદ પર વિવેકે કહ્યું કે અમે સ્વતંત્ર ફિલ્મ નિર્માતા છીએ. કોઈ વખાણ કરે કે ન કરે તેની મને પરવા નથી. મેં માત્ર એટલું જ કહ્યું કે કેટલા પ્રભાવશાળી લોકો નકલી સમાચાર અને નફરતના પ્રચાર દ્વારા મારી ફિલ્મને બરબાદ કરવા માગે છે. વિવેક અગ્નિહોત્રી આ મુદ્દે પહેલા જ કહી ચૂક્યા છે કે બોલિવૂડનો એક વર્ગ જાણી જોઈને વિરોધ કરી રહ્યો છે.

‘ધ દિલ્હી ફાઇલ્સ’ નામની ફિલ્મનું ટાઈટલ અને મોશન પોસ્ટર સામે આવ્યું છે. પોસ્ટરમાં, એક શીખ બાળક ભારતના પ્રતીક પર જોઈ શકાય છે, જેનો રંગ લાલ છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ ભારતીય ઈતિહાસના એક ઘેરા અને ન વાંચેલા પ્રકરણની બીજી વાર્તાને મોટા પડદા પર લાવશે. આ પોસ્ટરે લોકોને એટલા પ્રભાવિત કર્યો છે કે ફિલ્મની જાહેરાત થતાની સાથે જ તેને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળવા લાગ્યો હતો.

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કર્યું અને લખ્યું “થોડા વર્ષો પહેલા મેં સ્વતંત્ર ભારતની અકથિત વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. તાશ્કંદ ફાઇલ્સ અને કાશ્મીર ફાઇલ્સ પછી, આ ટ્રાયોલોજીની છેલ્લી ફિલ્મ, દિલ્હી ફાઇલ્સની જાહેરાત કરતાં મને ખૂબ જ આનંદ થાય છે.”

આ ફિલ્મ તેજ નારાયણ અગ્રવાલ રજૂ કરશે, જ્યારે અભિષેક અગ્રવાલ આર્ટસ અને આઈ એમ બુદ્ધા પ્રોડક્શન્સ તેનું નિર્માણ કરી રહ્યા છે. તે અભિષેક અગ્રવાલ, અર્ચના અગ્રવાલ, વિવેક રંજન અગ્નિહોત્રી અને પલ્લવી જોશી દ્વારા નિર્મિત વિવેક રંજન અગ્નિહોત્રી ફિલ્મ છે.

Niraj Patel