‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કરી મોટી જાહેરાત, જાણીને તમને પણ નવાઈ લાગશે

ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ બનાવવા માટે દર્શકો તેમના વખાણ કરી રહ્યા છે. જે બાદ હવે તેણે એવું કામ કર્યું છે કે ફરી એકવાર તેની દરેક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે. આપનણે બધા જ જાણીએ છીએ કે “ધ કાશ્મીર ફાઇલ્સ” કમાણીના મામલામાં મોટી મોટી ફિલ્મોને પછાડીને આગળ નીકળી ગઈ છે, ત્યારે હવે વિવેક અગ્નિહોત્રીએ એક જાહેરાત કરી છે, જે લોકોના દિલ જીતી રહી છે.

વિવેક અગ્નિહોત્રીએ હાલમાં જ વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ત્યારપછી વિવેક અગ્નિહોત્રી ફરી એકવાર લોકોમાં ચર્ચામાં આવ્યા છે. લોકો તેમના આ પગલાના જોરદાર વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ભૂતકાળમાં વિવેક અગ્નિહોત્રી તેમની પત્ની પલ્લવી જોશી સાથે માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનમાં આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા.

જ્યાંથી તેમની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. જે બાદ વિવેક અગ્નિહોત્રીએ હવે જાહેરાત કરી છે કે તેઓ 5 વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરશે. તેમણે કહ્યું છે કે તે યુનિવર્સિટીમાં ફિલ્મ સંબંધિત કોર્સનો અભ્યાસ કરી રહેલા 5 બાળકોને 50 હજાર રૂપિયાની સ્કોલરશિપ આપશે. વિવેકે કહ્યું કે તે અભ્યાસમાં કુલ 15 લાખ રૂપિયા ખર્ચ કરશે.

મળતી માહિતી મુજબ, આ વિદ્યાર્થીઓની પસંદગી માટે યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર કેજી સુરેશ દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવશે. જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરશે. આ સ્કોલરશીપ તે વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ ઉપરાંત પલ્લવી જોશીએ એમ પણ કહ્યું છે કે તેઓ આ વિદ્યાર્થીઓને તેમની આગામી ફિલ્મમાં કામ કરવાની તક પણ આપશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વિવેક અગ્નિહોત્રીનો એક વીડિયો વાયરલ થયો હતો. જે દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ફિલ્મે સારી કમાણી કરી છે. જેના પર વિવેક કહે છે કે આ પૈસાની વાત નથી. પરંતુ આ ફિલ્મ લોકોના દિલને સ્પર્શી ગઈ, તે મોટી વાત છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો. લોકોને વિવેકનો જવાબ ખૂબ જ ગમ્યો. આ સાથે ફેન્સે પણ વિવેકના ખૂબ વખાણ કર્યા હતા.

Niraj Patel