વિવાન અમર થઈ ગયો, SMA-1 નામની ગંભીર બીમારી સામે જંગ હાર્યો આપણો ગુજરાતી દીકરો

ગીર સોમનાથના SMA 1 નામની ડિસીઝથી પીડાતા ફક્ત ચાર મહિનાના બાળક વિવાનનું આજે મૃત્યુ થયું છે. વિવાન વાઢેલ SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો હતો અને તેની સારવાર માટે ભંડોળ એકઠું કરવા અભિયાન ચલાવાઈ રહ્યું હતું. SMA 1 ડિસીઝ માટેનું ઈંજેક્શનનો ભાવ 16 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે વિવાનને બચાવા માટે અભિયાન હેઠળ રૂપિયા 2.10 કરોડ એકઠા થયા હતા પણ 16 કરોડ રૂપિયા એકઠા થાય અને વિવાન માટે ઈંજેક્શન આપીને ખરીદી શકાય એ પહેલાં જ વિવાને દુનિયાને અલવિદા કર્યું છે. ગુજરાતના આ દીકરાને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા હતા. જોકે, રૂપિયા 16 કરોડ એકઠા થાય તે પહેલા જ વિવાનનું અચાનક નિધન થયું છે.

આ બાળકને એસએમએ ટાઇપ-1 એટલે કે સ્પાઇનલ મસ્ક્યૂલ એટ્રોફી (SMA-1) નામની ખુબ જ સિરિયસ બીમારીથી પીડિતો હતો. ગુજરાતના બીજા એક બાળક ધૈર્યરાજને પણ આવી જ બીમારી હતી. ધૈર્યરાજ માટે પણ રૂપિયા 16 કરોડ એકઠા કરવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 16 કરોડ એકઠા થયા બાદ મુંબઈની હૉસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવી રહી છે.

આ અભિયાનમાં આશરે બે કરોડથી વધારે રકમ એકઠી થઈ છે. આ મામલે વિવાનના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, મારા બાળકને બચાવવા માટે એકઠું થયેલું તમામ ભંડોળ સેવાકીય કામમાં વાપરવામાં આવશે. વિવાનની અંતિમક્રિયા ગામડે કરવામાં આવશે. આ સાથે જ તેમણે હવે વિવાન માટે કોઈ જ ક્રાઉડ ફન્ડિંગ ન કરવાની અપીલ કરી છે.

વિવાનના પપ્પાએ મદદ કરનાર બધા જ લોકો અને સામાજિક સંસ્થાઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો. અત્યારસુધી ‘મિશન વિવાન’ માં આશરે 2 કરોડ છ લાખથી વધુની રકમ એકઠી થઈ છે. વિવાનના પિતા અશોકભાઈ વાઢેર ગીર-સોમનાથનાં આલીદર ગામ ખાતે રહે છે. તેઓ કચ્છમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.

YC