વિસનગરમાં દાવતમાં જમવા આવેલા 1255 લોકોને થયું ફૂડ પોઈઝિંગ, આખું તંત્ર થયું દોડતું

દેશભરમાં હાલ લગ્નનો મહિલા ચાલી રહ્યો છે, અને લગ્ન હોય ત્યાં જમણવાર તો હોવાનો જ. ત્યારે ઘણીવાર લગ્નમાં જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. હાલ એક એવો જ કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. જ્યાં એક કોંગ્રેસના નેતાના ઘરે યોજાયેલી દાવતમાં જમવા આવેલા 1255 લોકોને ફૂડ પોઇઝનિંગ થયું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વીસનાગરના સવાલા નજીક વઝીર પઠાણ નામના કોંગ્રેસ નેતાના ઘરે લગ્ન પ્રસંગે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જમણવારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રપંતુ ભોજન લેનારા લોકોને બાદમાં ફૂડ પોઇઝનિંગ થયું હતું. લગ્નની દાવતમાં ઉપસ્થિત થયેલા 1255 લોકોને ઝાડા ઉલ્ટીની ફરિયાદ થઇ હતી, જેના બાદ તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.

ફૂટ પોઇઝનિંગનો શિકાર બનેલા લોકોને તાત્કાલિક વિસનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં દર્દીઓ આવતા વિસનગરની આજુબાજુની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી. જ્યાં ડોકટર તેમજ નર્સ સ્ટાફ દ્વારા દર્દીઓને એન્ટીબાયોટીક દવા સાથે સારવાર આપવામાં આવી હતી.

તો આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર આ લગ્નની અંદર મુંબઈથી કટરર્સ બોલાવવામાં આવ્યા હતા. રસોડાનો કોન્ટ્રાકટ દિલ્હી દરબાર નામના કેટરર્સને આપવામાં આવ્યો હતો. તો એવી માહિતી પણ મળી રહી છે કે કેટરર્સના કર્મચારીઓ પણ આ ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા હતા.

ફૂડ પોઇઝનિંગનો શિકાર બનેલા લોકોને ભોજન લીધા બાદ રાત્રે 1 વાગે ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, તમામ લોકોએ નોનવેજ ખાધું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે જમણવારમાં કઈ વસ્તુના કારણે લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યા છે તે અંગે કોઈ જાણકારી હજુ સુધી સામે નથી આવી.

Niraj Patel