ભગવાન શિવના ભક્ત જરૂર કરો આ મંદિરોના દર્શન, અહીં લાગે છે લાંબી લાંબી લાઇનો

ભોલેનાથના આ મંદિરોમાં ના ફર્યા તો શું ફર્યા, દર્શન કરવા માટે લાગે છે કલાકોની લાઇનો

શિવરાત્રિનો મોકો હોય અને શિવ મંદિરોમાં ભક્તોની લાઇનો ના લાગે, એવું કેવી રીતે હોઇ શકે. બધા શિવ ભક્તો પોતાના સમય, ઉર્જા અને બજેટ અનુસાર શિવ મંદિરોમાં દર્શન કરવાની પૂરી કોશિશ કરે છે. દૂર નહિ તો ઘરની આસપાસના મંદિરોમાં જ પૂજા કરી લે છે. બધા નાના-મોટા મંદિરોમાં ભક્તોનો મેળો જામ્યો હોય તેવો માહોલ હોય છે. મહાશિવરાત્રિનો મતલબ સમજવાની કોશિશ કરીએ તો એવું સમજ આવશે કે આ દિવસે ભગવાન શિવની મહાન રાત હોય છે.

હિંદુ કેલેન્ડરમાં આ સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. આ ભગવાન શિવના સમ્માનમાં દર વર્ષે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર આજે એટલે કે 18 ફેબ્રુઆરીના રોજ શનિવારે મનાઇ રહ્યો છે. દુનિયાભરના ભક્તો આ શુભ દિવસ પર ભગવાન શિવનો આશીર્વાદ લે છે અને પ્રાર્થના કરે છે તેમજ વિશેષ અનુષ્ઠાન કરે છે. એટલું જ નહિ, પોતાના આસપાસના ભગવાન શિવ મંદિરોમાં જઇને પૂજા પણ કરે છે. આપણા દેશમાં કેટલાક શિવ મંદિર પ્રસિદ્ધ છે, જ્યાં દર વર્ષે દર્શન માટે દૂર દૂરથી ભક્તો ત્યાં પહોંચે છે. આવા જ કેટલાક શિવ મંદિર વિશે અમે આજે તમને ઝણાવવા જઇ રહ્યા છીએ.

સોમનાથ મંદિર : મહાશિવરાત્રિને મનાવવા માટે હજારો શ્રદ્ધાળુઓ દર વર્ષે ગુજરાતના સોમનાથ મંદિર જાય છે. અરબ સાગરના તટ પર સ્થિત સોમનાથ મંદિરને શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું પહેલુ માનવામાં આવે છે. પોતાની જટિલ નક્કાશી અને ભવ્ય વાસ્તુકલા માટે જાણિતુ આ મંદિર દુનિયાભરના યાત્રિઓ વચ્ચે સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે.

મહાકાલેશ્વર મંદિર : મહાકાલેશ્વર મંદિર ભારતના મધ્યપ્રદેશના ઉજ્જેન શહેરમાં સ્થિત એક હિંદુ મંદિર છે. આ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે, જેને ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિર માનવામાં આવે છે. મંદિર શિપ્રા નદીના તટ પર સ્થિત છે અને હિંદુઓ માટે એક લોકપ્રિય તીર્થ સ્થળ છે.

શ્રી બૃહદેશ્વર મંદિર : બૃહદેશ્વર મંદિરને પેરિયા કોવિલ, રાજારાજેશ્વર મંદિર અને રાજરાજેશ્વરમના નામથી પણ ઓળખવામા આવે છે. આ ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે જે ભગવાન શિવને સમર્પિત છે. શાનદાર મંદિર ચોલ કાલના રાજા રાજા ચોલ પ્રથમ દ્વારા 11મી શતાબ્દીમાં બનાવવામાં આવ્યુ હતુ અને આને ચોલ વાસ્તુકલાની ઉત્કૃષ્ટ કલા માનવામાં આવે છે. મંદિરમાં એક વિશાળ મિનાર છે, જે 60 મીટરથી વધારે ઊંચી છે અને જટિલ નક્કાશી અને મૂર્તિઓથી સુશોભિત છે. આ મંદિર વિશ્વ ધરોહર સ્થળોમાંનું એક છે જ્યાં દુનિયાભરથી હજારો લોકો ભગવાન શિવનો આશીર્વાદ લેવા આવે છે.

નટરાજ મંદિર : સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન મંદિરોમાંથી એક તમિલનાડુના ચિદંબરમમાં નટરાજ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર પોતાની અનૂઠી વાસ્તુકલા અને પોતાના ગર્ભગૃહમાં લૌકિક નર્તક નટરાજની ઉપસ્થિતિ માટે પોપ્યુલર છે. મંદિર પરિસરમાં કનક સભા અને ગોલ્ડન હોલ સહિત અન્ય સંરચનાઓ પણ સામેલ છે. જે જટિલ નક્કાશી અને મૂર્તિઓથી સુશોભિત છે. આને 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે અને આ દક્ષિણ ભારતના પાંચ સૌથી પવિત્ર મંદિરોમાંનું એક છે.

બૈદ્યનાથ મંદિર : બૈદ્યનાથ મંદિર ભારતના ઝારખંડના દેવઘર શહેરમાં સ્થિત એક મહત્વપૂર્ણ હિંદુ મંદિર છે. આ પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે, જેને ભગવાન શિવનું સૌથી પવિત્ર નિવાસસ્થાન માનવામાં આવે છે. દેશભરમાંથી ભક્ત આ મંદિરમાં પોતાની પ્રાર્થના કરવા અને ભગવાન શિવનો આશીર્વાદ લેવા આવે છે.

Shah Jina