રણવીર સિંહ બાદ હવે આ અભિનેતાને પણ કપડા કાઢી ફોટો પડાવવાનો લાગ્યો ચસ્કો, આ વ્યક્તિએ ચુપકેથી ખેંચ્યો પીક…

રણવીર સિંહ બાદ વધુ એક મોટી હસ્તીએ કરાવ્યુ કપડા વગર ફોટોશૂટ, યુઝર્સ કરી રહ્યા છે ટ્રોલ, બેશરમીની હદ જ ન રાખી

બોલિવૂડ એક્ટર રણવીર સિંહના કપડા વગરના ફોટોશૂટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. રણવીર સિંહ આ દિવસોમાં તેની અસામાન્ય ફેશન સ્ટાઈલને લઇને લાઇમલાઇટમાં છે. હાલમાં જ તેણે શરીર પર એક પણ કપડા વગર ફોટોશૂટ કરાવ્યુ હતુ અને આ તસવીરો તેની ઘણી વાયરલ પણ થઇ હતી. કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તેના આ પગલાના વખાણ કર્યા તો કેટલાકને તેનુ ફોટોશૂટ બિલકુલ પસંદ ન આવ્યુ.

ત્યારે હાલમાં જ તમિલ અભિનેતા વિષ્ણુ વિશાલ બોલિવૂડના ‘બાબા’થી પ્રેરિત થયા અને રણવીર સિંહની જેમ તેણે પણ ફોટોશૂટ કરાવ્યું. રસપ્રદ વાત એ છે કે વિષ્ણુ વિશાલની આ તસવીરો તેની પત્ની જ્વાલા ગુટ્ટાએ ક્લિક કરી છે. કપડા વગર બેડ પર સૂતેલા વિષ્ણુ વિશાલે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું- તે આ ટ્રેન્ડમાં જોડાઈ રહ્યો છે. પત્ની જ્વાલા ગુટ્ટા ફોટોગ્રાફર બની છે. તમિલ સ્ટાર વિષ્ણુ વિશાલની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે.

ફિલ્મ સ્ટારના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક ઈન્ટરનેટ યુઝરે એક્ટરની આ તસવીરો પર કોમેન્ટ કરી અને લખ્યું કે તે તરત જ ડિલીટ કરી દે. કારણ કે આ તસવીરો તેના માનમાં ઘટાડો કરી રહી છે. તો એક ઈન્ટરનેટ યુઝરે અભિનેતાને આ ટ્રેન્ડથી દૂર રહેવાની સલાહ આપી છે. જ્યારે એક ઈન્ટરનેટ યુઝરે લખ્યું કે તેને અભિનેતા પાસેથી આવી અપેક્ષા નહોતી.

જણાવી દઇએ કે, વિષ્ણુ વિશાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે તમિલ અભિનેતા, નિર્માતા અને ક્રિકેટર છે. તે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA માં ઉત્તમ ક્રિકેટ રમ્યો છે.વર્ષ 2009માં, તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. તેની પત્ની ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા છે.

વિષ્ણુ વિશાલની વાત કરીએ તો, તે તમિલ અભિનેતા હોવાની સાથે સાથે પ્રોડ્યુસર પણ છે. વિષ્ણુ વિશાલે વેલૂનુ વંધુટ્ટા વેલ્લાઇકરન, સિલુક્કુવારૂપટ્ટી સિંગમ અને રત્સાસન જેવી ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. તેને છેલ્લે તમિલ ફિલ્મ એફઆઇઆર રેડીમા જોવામાં આવ્યો હતો. તે જલ્દી જ મોહનદાસમાં જોવા મળશે.

Shah Jina