લેખકની કલમે

વિઝા નથી મળી રહ્યા? હનુમાનજી છે ને, શું તમને વિઝા મેળવવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે? તમારે જાણવું જરૂરી છે કે

શું તમને વિઝા મેળવવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે? તમારે જાણવું જરૂરી છે કે વિઝા માટે વિશ્વાસના પ્રતિક ગણાતા હનુમાનજી મંદિર ના આશીર્વાદ લેવામાં આવે છે.

અમદાવાદ ખાડિયા હનુમાન મંદિર, પ્રસિદ્ધ છે લોકોની વિઝા માટેની માનતા પુરી કરવા માટે. તમે પણ આ મંદિર માટે સહજ કરી શકો છો અને જો વિઝા માટેનું કોઈ પ્રોબ્લેમ હોય તો તેને દૂર કરી શકો છો.

દિલથી તમે કોઈપણ માનતા માગો છો તો એ માનતા પૂરી થાય છે.
આપણા દેશમાં તા ઉપર ચાલતો દેશ છે માનતા એટલે વિશ્વાસ શ્રદ્ધા આસ્થા. જ્યારે આપણા થી થતા બધા જ પ્રયત્નો આપણે કરી લઇએ અને છતાં પણ આપણું ધાર્યું ન થતું હોય ત્યારે જ છેલ્લી આશા ભગવાન ઉપર રાખવામાં આવતી હોય છે.

જે ભગવાન ઉપર આપણને શ્રદ્ધા હોય તે ભગવાનને જઈને આપણો પ્રોબ્લેમ કહી આવીએ છીએ આપણે તેને માનતા કહીએ છીએ અને એ શ્રદ્ધા અને આસ્થાની લીધે આપણને ખૂબ જ ચોક્કસ હોય છે કે ભગવાન આપણું કામ કરશે જ એ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાને લીધે આપણું કામ ક્યાંકને ક્યાંક કોઈ ને કોઈ રીતે કોઈ શક્તિ કરી દે છે.

એટલા માટે શ્રદ્ધા અને આસ્થા ખૂબ ઊંડી હોવી જોઈએ. જો પથ્થરને પણ આપણે ભગવાન માનીને તેન પ્રોબ્લેમ કહી શકીએ છીએ. આપણી આજુબાજુ તો માણસો ફરે છે.
જો આપણી આજુબાજુના માણસો ઉપર આપણે ઊંડી શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસ રાખીએ, તો સાચે જ હનુમાનજીનું કામ થોડું હળવું થઇ જશે અને માનતાઓ પૂરી થવા લાગશે.

લેખક: નિરાલી & હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર