વિરપુર હત્યા :પત્નીએ આવી દર્દનાક રીતે પતિને મારી નાખ્યો પછી કહ્યું કે, ‘આપઘાત કર્યો છે’, છેલ્લે અસલી કારણ ખુલ્યું

દેશભરમાંથી આપઘાતના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ઘણા લોકો કોરોનાના કારણે  આવી પડેલા આર્થિક સંકટ અને કેટલાક બીજા અંગત કારણોને લઈને હવે મોતને વહાલું કરવાનો વિચાર કરતા હોય છે, ત્યારે ત્રણ દિવસ પહેલા જ વીરપુરમાં એક પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે તેના પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરંતુ હવે જયારે સાચી હકીકત સામે આવી ત્યારે સૌના હોશ ઉડી ગયા.

આ બાબતે પ્રાપ્ત થતી માહિતી અનુસાર વ્યારાના વિરપુર ગામે પુલ ફળિયામાં રહેતા અને મજૂરી કામ કરતા ૧૨ વર્ષના બાળકના 40 વર્ષીય પિતા મહેશભાઈ અને તેમની 35 વર્ષીય પત્ની શર્મિલા વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ગયા મહિને 18 જૂનના રોજ બન્ને વચ્ચે જમવા બાબતે કોઈ બોલચાલ અને સામાન્ય ઝપાઝપી પણ થઇ હતી. જેમાં મહેશભાઇની પત્ની શર્મિલાએ વાંસની લાકડી મારતા મહેશભાઈને ઇજા પણ પહોંચી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના બાદ બપોરના ચાર વાગ્યાની આસપાસ મહેશભાઈ ઘરના નળીયાના લાકડા પર બાંધેલા દોરડા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા શર્મિલાએ દોરડું તોડી મહેશભાઈને નીચે ઉતાર્યા હતા. પરંતુ તેમને સારવાર માટે ક્યાંય લઇ ગઈ નહોતી અને માત્ર અડધા કલાકની અંદર જ મહેશભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટના અંગેની જાણ ગામના સરપંચને થતા તે પણ ઘટના સ્થળે આવી ગયા હતા. અને તેમને પોલીસમાં મહેશભાઈએ પત્ની શર્મિલાના કંકાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસે ઝીણવટથી તપાસ હાથ ધરી હતી અને સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પીએમ રિપોર્ટમાં પણ આપઘાત નહિ પરંતુ હત્યા હોવાનું સામે આવતા ચકચાર મચી ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ આરોપી પત્ની શર્મિલાએ પોતાનો ગુન્હો કબુલતા જણાવ્યું હતું કે તેના પતિ દ્વારા અવારનવાર ઝઘડો થયો હતો જેને લઇને કંટાળી ગયા હતા તેની પીઠ પર બેસી જઇ ઓઢણીના ટુકડા વડે ટૂંપો આપી તેમનું મોત નિપજાવ્યું હતું.

Niraj Patel