ખેલ જગત

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે આવ્યા ખરાબ સમાચાર : જાણો વિગત

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે એક ખરાબ સમાચાર છે. કોહલીનના બાળપણના કોચ સુરેશ બત્રાનું 53 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. સુરેશ બત્રાના નિધનની જાણકારી વરિષ્ઠ ખેલ પત્રકાર વિજય લોકપલ્લીએ ટ્વીટર પર આપી છે.

વિજય લોકપલ્લીએ એક તસવીર ટ્વીટર પર શેર કરી છે અને સાથે લખ્યુ છે કે, ધારીદારી ટી શર્ટ પહેરનારા સુરેશ બત્રા, જેમણે કેપ્ટન વિરાટ કોહલીને બાળપણમાં કોચ કર્યુ. ગુરુવારે તેમનુ નિધન થઇ ગયુ છે. તેઓ ગુરુવારે સવારે પૂજા કર્યા બાદ અચાનક પડી ગયા અને તે બાદ તેઓ ઉઠી ન શક્યા.

ત્યાં જ કોહલીના કોચ રાજકુમાર શર્માએ કહ્યુ કે, સુરેશ બત્રાના ગયા બાદ તેમણે તેમનો નાનો ભાઇ ગુમાવ્યો… તેઓ વર્ષ 1985થી તેમને ઓળખતા હતા.

કોહલીના સુપરસ્ટાર બન્યા પહેલા રાજકુમાર શર્મા અને સુરેશ બત્રાએ જ તેમની પ્રતિભા નિખારવામાં મદદ કરી હતી. કોહલીએ તેમની દેખરેખમાં માત્ર 9 વર્ષે પ્રશિક્ષણ લેવાનુ શરૂ કરી દીધુ હતુ. કોહલી ઉપરાંત 2018 એડર 19 વિશ્વ કપ ફાઇનલમાં સદી મારનાર મનજોત કાલરાને પણ તેમને જ પ્રશિક્ષણ આપ્યુ હતુ.

દિલ્લીથી પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરનાર વિરાટ કોહલીની ગણતરી દુનિયાના મહાન બલ્લેબાજોમાં થાય છે. તેમણે વર્ષ 2008માં પહેલી ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તે અત્યાર સુધી 91 ટેસ્ટ, 254 વન ડે અને 90 ટી20 રમી ચૂક્યા છે.

કોહલીએ ટેસ્ટમાં 7490 રન, વન ડેમાં 12169 રન અને ટી20માં 3159 રન કર્યા છે. કોહલી ઇંગ્લેન્ડ દોરા પર જનાર ટીમ ઇંડિયાનું નેતૃત્વ કરશે. તે ન્યુઝિલેન્ડ વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝમાં ટીમની કમાન સંભાળશે.