વિરાટ કોહલીના ડાયટ પ્લાન પર મચી બબાલ, વિરાટે આપ્યો આ જવાબ

વિરાટ પર સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા, કહ્યું- એવું એવું સંભળાવ્યું કે ફેન્સને ખોટું લાગી જશે

ટીમ ઇંડિયાના કેપ્ટન અને દુનિયાના દિગ્ગજ ક્રિકેટરોમાંના એક વિરાટ કોહલીના એક નિવેદન પર બબાલ મચી ગઇ છે. કોહલીએ હાલમાં જ તેના ડાયટ વિશે જણાવ્યુ હતુ. તેણે કહ્યુ કે, તેની ડાયટમાં ઇંડા પણ સામેલ છે. તે બાદ તે ટ્વિટર પર યુઝર્સના નિશાના પર આવી ગયો.

વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર આપવામાં આવેલ એક નિવેદનથી બબાલ મચી ગઇ છે. કોહલીને તેના કોઇ ચાહકે તેના ડાયટ વિશે પૂછ્યુ હતુ તો કોહલીએ ખુશી ખુશી તે વાતનો જવાબ આપ્યો હતો. તેણે લખ્યુ કે, ઘણી બધી શાકભાજી, કેટલાક ઇંડા, 2 કપ કોફી, ક્વિંનોઆ અને ઘણો બધો પાલક, મને ઢોસા પણ પસંદ છે. પરંતુ બધુ નિયંત્રિત માત્રામાં.

બસ આ જ ઇંડાને કારણે તેમના શાકાહારી હોવા પર કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોએ તો કોહલીને ઇંડા ખાનાર શાકાહારી જણાવવા લાગ્યા. હવે વિવાદ વધવા પર મંગળવારે કોહલીએ એક નિવેદન જારી કર્યુ છે. તેણે કહ્યુ કે, હું વેગન છુ, હંમેશા શાકાહારી હોવાની વાત કહી, ઊંડો શ્વાસ લો અને શાકભાજી ખાઓ (જો તમે ઇચ્છો તો).

તમને જણાવી દઇએ કે, વેગન ડાયટમાં માત્ર તે ખાદ્ય પદાર્થોને સામેલ કરવામાં આવે છે, જે પૂરી રીતે નેચરલ હોય અને જે ઉત્પાદ જાનવરો સાથે જોડાયેલ ન હોય. માલૂમ હોય કે, વર્ષ 2019માં કોહલીએ તેને પૂરી રીતે શાકાહારી જણાવ્યો હતો. કોહલીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના શરીર પર શાકાહારી ભોજનના પ્રભાવ વિશે વાત કરી હતી.

આમ તો વેગન અને શાકાહારી માંસ નથી ખાતા. પરંતુ ફરક એ છે કે વેગન ઇંડા, શહેદ અને જે ઉત્પાદ જાનવરો સાથે જોડાયેલ હોય તે પણ નથી ખાતા. એટલે કે દૂધનું સેવન પણ કરતા નથી. ત્યાં જ કેટલાક શાકાહારી એવા હોય છે કે, જે ઇંડા, દૂધ અને શહેદનું સેવન કરે છે.

Shah Jina