આઉટ થયા બાદ ખુબ જ નર્વસ દેખાયો વિરાટ કોહલી, આકાશ તરફ જોઈને ભગવાનને કરી ફરિયાદ, જુઓ વીડિયો

IPL 2022માં RCBના ધાકડ બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ શાંત જોવા મળી રહ્યું છે, તેનું પર્ફોમન્સ આ વર્ષે સાવ ખરાબ રહ્યું છે. આ સીઝનમાં તે ત્રણ વાર 0 ઉપર આઉટ થયો છે. શુક્રવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં વિરાટ કોહલી 20 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીને ઝડપી બોલર કાગીસો રબાડાએ રાહુલ ચહરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

જો કે, કોહલીએ પોતાની ઇનિંગની શાનદાર શરૂઆત કરી હતી અને ફ્લિક શોટ અને કવર ડ્રાઇવની મદદથી ચોગ્ગા ફટકાર્યા હતા. આટલું જ નહીં, સ્ટેપ્સનો ઉપયોગ કરીને વિરાટે લોંગ ઓફની દિશામાં શાનદાર સિક્સ પણ ફટકારી હતી. પ્રશંસકોની આશાઓ વધવા લાગી હતી કે વિરાટ મોટો સ્કોર બનાવવા જઈ રહ્યો છે. પરંતુ ભાગ્યના મનમાં કંઈક બીજું હતું.

RCBની ઈનિંગની ચોથી ઓવરમાં રબાડાનો બીજો બોલ કોહલીના ગ્લોવ્ઝને સ્પર્શતો શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા ફિલ્ડરના હાથમાં કેચ થયો હતો. જો કે, મેદાન પરના અમ્પાયરે કોહલીને આઉટ ન આપ્યો, જેના પછી પંજાબે DRSનો આશરો લીધો. પેવેલિયન પરત ફરતી વખતે વિરાટ કોહલી આકાશ તરફ જોઈને ગુસ્સામાં કંઈક કહેતો જોવા મળ્યો હતો. ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા બાદ પણ વિરાટના ચહેરા પર નિરાશા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી.

IPL 2022માં વિરાટ કોહલીએ 13 મેચમાં 19.67ની એવરેજથી 236 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 113.46 છે અને બેસ્ટ સ્કોર 58 રન છે. IPLની વર્તમાન સિઝનમાં કોહલીએ 22 ફોર અને 5 સિક્સર ફટકારી છે. નિરાશાજનક વાત એ છે કે IPL 2022માં કોહલી ત્રણ વખત ગોલ્ડન ડક પહેલા બોલ પર આઉટ થયો છે.

Niraj Patel