GT અને RCBની મેચ પહેલા જોવા મળી વિરાટ અને રાશિદ ખાનની મસ્તી, વિરાટે કરી રાશિદની એવી નકલ કે જોઈને ચાહકો પણ ખુશ થઇ ગયા, જુઓ વીડિયો

IPLનો મહિલા હવે ચર્મ સીમાએ પહોંચી ગયો છે, પ્લેઓફને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ગુજરાત અને લખનઉની ટીમને બાદ કરતા બીજી બે જગ્યા માટે દરેક ટીમ તનતોડ મહેનત કરી રહી છે. એવામાં જ ગઈકાલે ગુજરાત અને આરસીબીની મેચ યોજાઈ. જેમાં આરસીબીને જીતવું ખુબ જ જરૂરી હતું અને આરસીબીએ આઠ વિકેટે આ મેચ જીતી લીધી. પરંતુ મેચ દરમિયાન ઘણા એવા દૃશ્યો પણ સામે આવ્યા જેને ચાહકોએ ખુબ જ પસંદ કર્યા.

રાશિદ ખાન અને વિરાટ કોહલી મેદાનની બહાર સારા મિત્રો તરીકે ઓળખાય છે, બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ખૂબ એન્જોય કરે છે. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સની ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની મેચ પહેલા અફઘાનિસ્તાનના સ્પિનરે કોહલી સાથેની વાતચીતનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો, જેમાં ભૂતપૂર્વ RCB કેપ્ટન વિરાટ કોહલીને રાશિદ ખાનની નકલ કરતા જોઈ શકાય છે.

આભ્યાસ સ્તર દરમિયાન પ્રસિદ્ધ સ્નેક શોટ વાળા આ વીડિયોમાં રાશિદ ખાને કહ્યું, “અહીંયા સુધી કે વિરાટ કોહલી ભાઈ પણ મારા (સ્નેક ઈમોજી) કે પછી (ગન ઈમોજી) શોટ વિશે જાણે છે. વીડિયોમાં વિરાટ કોહલી કહી રહ્યો છે કે શોટ કેવી રીતે રમવો અથવા શોટ રમવાની સાચી રીત કઈ છે. આ પછી, રાશિદ ખાનને જોઈને તે હસતા હસતા કહે છે કે “આ ભાઈ અલગ રીતે રમે છે.” જો કે રાશિદ ખાને તેના આ શોટ વિશે પહેલેથી જ જણાવ્યું છે. રાશિદ ખાને ખુલાસો કર્યો કે તે આ શોટને સ્નેક શોટ કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rashid.khan19)

રાશિદે કહ્યું કે જે રીતે સાપ ડંખ માર્યા બાદ પાછો ફરે છે, તેવી જ રીતે મને સંપૂર્ણ બોલ પર શોટ રમવા માટે પૂરતો સમય નથી મળતો. મારા શરીરની સ્થિતિને કારણે હું સંપૂર્ણ શોટ રમી શકતો નથી. જો હું તે કરવાનો પ્રયાસ કરીશ, તો હું પાવર જનરેટ કરી શકીશ નહીં, તેથી હું આવા શોટ રમું છું.

 

View this post on Instagram

 

A post shared by Rashid Khan (@rashid.khan19)

આ ઉપરાંત રાશિદ ખાને એક અન્ય વીડિયો પણ શેર કર્યો છે, જેમાં RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ગુજરાત ટીમના સ્પિન ઓલરાઉન્ડર રાશિદ ખાનને બેટ ભેટમાં આપ્યું છે. રાશિદ ખાને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ જાણકારી આપી છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરતા રાશિદે લખ્યું “વિરાટ કોહલી સાથેની મુલાકાત હંમેશા શાનદાર રહી છે. મને આ બેટ ભેટમાં આપવા બદલ આભાર.

Niraj Patel