પાકિસ્તાની ખેલાડીની ઈચ્છાને પૂર્ણ કરી ભારતીય ટીમના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ આપી એવી ભેટ કે વીડિયો થયો વાયરલ, જુઓ

ભારત અને પાકિસ્તાનની મેચ ખાલી બે દેશોમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં રોમાંચ જગાવતી હોય છે. આ મેચમાં ક્રિકેટ ઉપરાંત પણ ઘણું બધું એવું થતું જોવા મળે છે જે દર્શકોના દિલ જીતી લેતું હોય છે. મેચ દરમિયાન ખેલાડીઓનો તાલમેલ હોય કે વિરોધી ટીમ સાથેનો હસી મજાક. લોકો દરેક પળને ખુબ જ રોમાંચક રીતે માણતા હોય છે. ત્યારે આવું જ કંઈક ગત રવિવારના રોજ દુબઈની અંદર એશિયા કપમાં યોજાયેલી ભારત અને પાકિસ્તાનની મેચમાં જોવા મળ્યું હતું. આ મેચમાં પણ ઘણા એવા દૃશ્યો સામે આવ્યા જેણે દર્શકોના દિલ જીતી લીધા.

વિરાટ કોહલી અત્યારે ક્રિકેટ જગતની સૌથી મોટી સેલિબ્રિટી છે. ખેલાડીઓ હોય કે ચાહકો, દરેક જણ વિરાટ કોહલીને મળવા આતુર હોય છે. એશિયા કપ દરમિયાન વિરાટ કોહલી ઘણા પ્રશંસકો અને વિરોધી ટીમના ખેલાડીઓને પણ મળતો જોવા મળ્યો. હવે કોહલીનો પાકિસ્તાની ફાસ્ટ બોલર હરિસ રઉફને મળતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પછીનો છે. બંને ટીમો વચ્ચેનો મુકાબલો અપેક્ષા મુજબ હાઈવોલ્ટેજ રહ્યો હતો. રોમાંચક મેચમાં ભારતીય ટીમે પાંચ વિકેટે જીત મેળવી હતી. મેદાનની અંદર બંને ટીમના ખેલાડીઓએ મેચ જીતવા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, જ્યારે મેદાનની બહાર તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ વલણ ચર્ચામાં રહ્યું હતું.

મેચ પહેલા ટ્રેનિંગ સેશન દરમિયાન બંને ટીમના ખેલાડીઓ વચ્ચેની મીટિંગના ઘણા ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. જેમાં વિરાટ કોહલી અને બાબર આઝમની મુલાકાત પણ સામેલ હતી. તે જ સમયે, મેચ સમાપ્ત થયા પછી, વિરાટ કોહલી અને હરિસ રઉફ વચ્ચેની મુલાકાતનો વીડિયો ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યો છે.

BCCIએ મેચ બાદ 19 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. આ ક્લિપમાં કોહલી પાકિસ્તાની બોલર હરિસ રઉફને પોતાની જર્સી આપતો અને તેના ઉપર સાઈન કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો ટ્વીટ કરીને BCCIએ લખ્યું, “મેચ પૂરી થઈ શકે છે, પરંતુ આવી ક્ષણો હંમેશા ચમકતી હોય છે. ભારત-પાકિસ્તાન મેચ પછી, વિરાટ કોહલી તરફથી એક દિલ જીતી લેનારો ઈશારો જોવા મળ્યો, જ્યારે તેણે પાકિસ્તાનના ઝડપી બોલર હેરિસ રઉફને તેની સહી કરેલી જર્સી આપી.”

વીડિયોમાં બંને ખેલાડીઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. જર્સી મેળવ્યા બાદ રઉફે કોહલીનો આભાર માન્યો અને પેવેલિયન પરત ફર્યો. વિરાટ કોહલી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 100 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર બીજો ક્રિકેટર બન્યો. તેના પહેલા માત્ર ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રોસ ટેલર જ આ કારનામું કરી શક્યા હતા. કોહલીએ આ સ્થાન હાંસલ કર્યા પછી, ટેલરે તેનું ખાસ રીતે સ્વાગત કર્યું અને ટ્વિટ કર્યું,

Niraj Patel