કેકેઆર સામેની હાર બાદ ભાવુક થયો કિંગ કોહલી, એબી ડિવિલિયર્સની આંખો પણ આંસુઓથી છલકાઈ, જુઓ ભાવુક કરી દેનારો વીડિયો

ગઈકાલે પ્લે ઓફના બીજા મુકાબલાની અંદર કેકેઆરની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેગ્લોર સાથે હતી. આ મેચ નોકઆઉટ હતી અને જીતનારી ટીમ સેમી ફાઇનલમાં પહોંચવાની હતી, આ વર્ષે આરસીબીના ચાહકોને મોટી આશા હતી કે આરસીબીની ટીમ ફાઇનલમાં જરુર પહોંચશે પરંતુ ગઈકાલની મેચમાં તેમની આ આશાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું. કેકેઆરની ટીમે આરસીબીને 4 વિકેટે હરાવ્યું.

મેચ હાર્યા બાદ ઘણા ભાવુક કરી દેનારા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. જેમાં આરસીબીના કપ્તાન વિરાટ કોહલીની આંખોમાં પણ આંસુઓ જોવા મળ્યા હતા, જયારે આરસીબીના સ્ટાર ખેલાડી એબી ડિવિલિયર્સની આંખો પણ આંસુઓથી ઉભરાઈ આવી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ ચાહકોને સંદેશ પણ આપ્યો હતો.

વિરાટ કોહલી પહેલા જ જાહેરાત કરી ચુક્યો છે કે આ આઇપીએલ સીઝન બાદ તે રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની કપ્તાની છોડી દેશે. પોતાની કપ્તાનીની છેલ્લી આઇપીએલ મેચમાં કોહલીનું દિલ તૂટી ગયું. વિરાટ કોહલી 7 વર્ષથી આરસીબીનો કપ્તાન છે. પરંતુ તેની કપ્તાની હેઠળ આરસીબી એક પણ આઇપીએલ ખિતાબ નથી જીતી શક્યું.


આરસીબીમાં બેગ્લોરના કપ્તાન તરીકે ભલે વિરાટનું સપનું તેમની ટીમને આઇપીએલનો ખિતાબ અપાવવાનું તૂટી ગયું હોય. પરંતુ વિરાટ કોહલીનું કહેવું છે કે તે જ્યાં સુધી આ ટુર્નામેન્ટમાં રમેશે, આ ટીમની સાથે જોડાયેલા રહેશે. તમને જણાવી દઈએ કે આ મેચ બાદ ચાહકો પણ ખુબ જ ભાવુક થયેલા જોવા મળ્યા હતા.

Niraj Patel