‘કોહલી,ક્યારે તમે દીકરીની તસ્વીર બતાવશો ?’ વિરાટ કોહલીએ જણાવ્યુ આખરે કેેમ અત્યાર સુધી શેર ના કરી સોશિયલ મીડિયા પર દીકરીની તસવીર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને તેમની પત્ની તેમજ અભિનેત્રી અનુષ્કા શર્મા આ વર્ષે જાન્યુઆરીમાં દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા હતા. કોહલીએ તેમના પહેલા બાળકના જન્મ સમયે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાતી ચાર ટેસ્ટોની સીરીઝની છેલ્લી ત્રણ મેચથી છુટ્ટી લીધી હતી.

દીકરીના જન્મ બાદ કેટલાક જ દિવસ બાદ તેમણે તેમની દીકરીનું નામ વામિકા રાખ્યુ હતુ, જેનું તેઓએ એલાન કર્યુ હતુ. જન્મ બાદથી જ વામિકા સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. વામિકાના નામ પર સોશિયલ મીડિયા પર ફેન પેજ પણ બની ગયા છે. જો કે, હજી સુધી કપલે તેમની દીકરીની તસવીર પોસ્ટ કરી નથી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે 29 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે વાત કરી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમને ઘણા સવાલ કરવામાં આવ્યા હા. કોહલીએ ચાહકોના બધા સવાલ પર પ્રતિક્રિયા આપી હતી.

આ જ સેશનમાં કોહલીને તેમની દીકરી વામિકા સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યો હતો, સવાલ એ હતે કે, તેમણે અને અનુષ્કા શર્માએ હજી સુધી દીકરીના ચહેરાની તસવીર શેર કેમ કરી નથી ? આ ઉપરાંત વામિકાના નામનો અર્થ પણ પૂછવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ જવાબ આપતા કહ્યુ કે, વામિકા દુર્ગા માનું બીજુ નામ છે. ચાહકના પૂછવા પર તેમણે એ પણ જણાવ્યુ કે, તેમણે દીકરીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કેમ કરી નથી. એના જવાબમાં વિરાટે કહ્યુ કે, એક કપલની રીતે અમે અમારી દીકરીને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે, જયાં સુધી તેને આની સમજ થઇ જતી નથી અને તે પોતે સાચો નિર્ણય કરવાની કાબિલ થઇ જતી નથી.

Shah Jina