માલદીવથી પાછા આવ્યા બાદ વિરાટ અને અનુષ્કા પહોંચ્યા કોકિલાબેન હોસ્પિટલ, શું પ્રગ્નેન્ટ છે અભિનેત્રી?

જન્નત જેવા માલદીવથી પાછા આવતા જ હોસ્પિટલ પહોંચ્યા વિરાટ અને અનુષ્કા , યુઝર્સ બોલ્યા આવવાની છે બીજી ગુડ ન્યુઝ….

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકાની સાથે માલદીવથી વેકેશન એન્જોય કરીને મુંબઈ પાછી આવી ગઈ છે. મુંબઈમાં કલીના એરપોર્ટ પર થોડા દિવસ પહેલા વિરાટ અને અનુષ્કાને સ્પોટ કરવામાં આવ્યા હતા તેવામાં મુંબઈ આવતા જ કોકિલાબેન હોસ્પિટલથી નીકળતા સ્પોટ કરવામાં આવ્યા હતા.

સોમવારે વેકેશન એન્જોય કરીને પરત ફરેલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જયારે મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં પહોંચ્યા તો તેમના ચાહકો બંનેને લઈને થોડા ઘભરાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર જેવી આ ખબર વાયરલ થઇ તો લોકો તેમની રીતે ક્યાસ લગાવવા લાગ્યા છે તો કેટલાક વામિકાને લઈને ચિંતામાં છે.

જેવી જ સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાને હોસ્પિટલ જવાની ખબર આવી તો કેટલાક યુઝર્સ અનુષ્કા શર્માને બીજી વખત પ્રગ્નેન્ટ થવાના કયાસ લગાવવા લાગ્યા છે. કોઈકે કહ્યું કે સારી ખબર આવાની છે તેમજ કેટલાક યુઝર બંનેના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરવા લાગ્યા છે.

તસવીરોમાં અનુષ્કા કંઈક કહેતી પણ નજર આવી રહી છે. તેના એક્સપ્રેશનથી એવું લાગી રહ્યું હતું કે તે તસવીરો ક્લિક કરવા પર નારાજગી વ્યક્ત કરી રહી છે. જોકે અનુષ્કા અને વિરાટને કોકિલાબેન હોસ્પિટલમાં કેમ જવું પડ્યું તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. અનુષ્કાએ તેના માલદીવ વેકેશનની શાનદાર તસવીર પણ શેર કરી છે જેમાં બંને હોલીડેને ખુબ એન્જોય કરતા નજર આવી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

વિરાટ આ દિવસોમાં પરિવારની સાથે ટાઈમ વિતાવી રહ્યા છે તો અનુષ્કા શર્મા પોતાના કારકિર્દીની બીજી પારીનું આગમન કરવા જઈ રહી છે. ‘ચકદા એક્સપ્રેસથી અનુષ્કા 5 વર્ષો બાદ વાપસી કરવા જઈ રહી છે. 2018માં અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ‘ઝીરો’માં નજર આવી હતી તેના પછી તેણે અભિનયથી બ્રેક લીધો હતો અને ત્યારે તે પરિવાર અને તેના પ્રોડક્શન હાઉસના કામમાં લાગી ગઈ હતી. જોકે હવે ફરી વખત ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહેલી અનુષ્કાએ ખુદને પ્રોડક્શન હાઉસથી અલગ કરી દીધી છે.

Dhruvi Pandya