સ્કૂલ ખુલતા જ વાંદરાઓએ કર્યુ એવુ કે પ્રિન્સિપાલને ખુરશી છોડીને ભાગી જવુ પડ્યુ, જુઓ મસ્ત વીડિયો

સોશિયલ મીડિયા પર વાાંદરાઓનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક સ્કૂલના પ્રિન્સિપાલની ખુરશી પર વાંદરાઓએ કબ્જો કરી લીધો. અહીં એક સરકારી સ્કૂલ ખુલ્યા બાદ વાંદરાઓનું એક ગ્રુપ આવી ગયુ અને ચારે બાજુ ઉછલ કૂદ કરવા લાગ્યા. એટલું જ નહિ શરારતી વાંદરાઓએ તો બે લોકોને ઇજા પણ પહોંચાડી.

આ કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના ડાબરાનો છે. લોકડાઉનના કારણે લાંબા સમયથી બંધ પડેલ સ્કૂલને ફરી ખોલવામાં આવી. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ સ્કૂલ પહોંચ્યા. આટલું જ નહિ તેમનું અભિવાદન પણ કરવામાં આવ્યુ. ત્યારે પાંચ-છ વાંદરાઓનું ગ્રુપ અહીં આવી પહોંચ્યુ અને કેટલાક વાંદરાઓ પ્રિન્સિપાલની ઓફિસ સુધી પહોંચી ગયા અને તેમની ખુરશી પર ધમાલ મચાવવા લાગ્યા.

વાંદરાઓએ ઘણી ધમાલ મચાવી, કયારેક વિદ્યાર્થી પાસે તો કયારેક ટીચરો પાસે જઇને ધમાલ મચાલી. મોટા વાંદરાઓએ સ્કૂલમાં એક વિદ્યાર્થી અને એક અભિવાદકના પગમાં ઇજા પહોંચાડી.  જો કે, વાદરાઓથી બચવા માટે પ્રિન્સિપાલે વન વિભાગના અધિકારીઓ સાથે વાત કરી અને તેમને જલ્દી સ્કૂલમાંથી હટાવવા માટે આગ્રહ કર્યો.

Shah Jina