નવા વર્ષની સૌથી મોટી શોધ ‘કુલ્હડ મેગી’, એક વખત ઘરે બનાવો લોકો આંગળા ચાટતા જશે

ગેરેન્ટી! આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય મેગી, જુઓ Video

આજ કાલ સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ધુમ મચાવી છે.જેને જોયા બાદ તમે પણ મોમા આંગળા નાખી દેશો. કુલ્હડમાં ચા તો તમે પીધી જ હશે અને તેના વીડિયો પણ તમે જોયા હશે. કારણ કે ભારતમાં તાજેતરમાં કુલ્હડમાં ચા પીવાનો ક્રેઝ ખુબ વધ્યો છે. પરંતુ આજે અમે તમને જે વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે કઈંક અલગ છે અને ખાસ કરીને જે લોકો ફુડી છે તેમના માટે તો આ વીડિયો બહુ ખાસ છે.

કારણ કે આ વીડિયો જોયા બાદ તમારા મોમા પાણી આવી જશે. અમે વાત કરી રહ્યા છીએ કુલ્હડ મેગીની. હવે આ વાત સાંભળીને તમને થોડુ વિચિત્ર લાગશે. કુલ્હડ મેગી! જી હા મિત્રો, કુલ્હડ મેગી. તમે અત્યાર સુધીની નુડલ્સની વિવિધ વેરાયટી ટ્રાય કરી હશે. પરંતુ આજે અમે તમને કુલ્હડ મેગીનો વીડિયો બતાવીશું જેણે સોશિયલ મીડિયાને પાગલ કરી દીધું છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ મેગી સાથે ઘણા પ્રયોગ કરી રહ્યો છે. તે કુલ્હડ વાળી મેગી બનાવી રહ્યો છે. અત્યાર સુધી માર્કેટમાં કુલ્હડ વાળી ચા, લસ્સી અને છાસ મળતી હતી પરંતુ હવે ચાઈનિઝ નુડલ્સને પણ લોકોએ ભારતીય રૂપ આપી દીધુ છે.

આ વીડિયોને અનિકૈત લુથારા નામના યૂઝરે યૂટ્યુબ પર શેર કર્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકોએ જોઈ લીધો છે. જેને જોયા બાદ લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે. તેમાંથી એક યૂઝરે લખ્યું છે કે, મેગીની આત્માને શાંતિ મળે. આમ લોકો આ નવા આઈડિયાને એન્જોય કરી રહ્યા છે. તો તમે પણ શેની રાહ જુઓ છો આજે જ ઘરે બનાવો કુલ્હડ મેગી.

YC