નાની બહેનનો બદલો લેવા માટે કોચિંગ પહોંચી મોટી બહેન, પછી ત્યાં એક છોકરીને ચંપલ વડે એવી ધોઇ કે… વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં ઘણા હાસ્યાસ્પદ હોય છે તો ઘણા ચોંકાવનારા હોય છે. સોશિયલ મીડિયા પર કોઇ પણ વીડિયો આવતા વાયરલ થઇ જતો હોય છે. હાલમાં જ એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક છોકરી લેડી ડોન બનીને બીજી છોકરીને ચપ્પલ વડે મારતી જોવા મળી રહી છે. આ લેડી ડોનની નાની બહેનનો અન્ય સાથે ઝઘડો થયો હતો અને નાની બહેનને અન્ય વિદ્યાર્થીએ થપ્પડ મારી હતી. જે બાદ તેણે તેની બહેનને આ વાત જણાવી હતી. પછી શું, પછી તો મોટી બહેન આવેશમાં આવી ગઇ અને બહેનના કોચિંગ પહોંચી ગઇ અને ત્યાં જઇને એક છોકરીની ધોલાઇ કરી દીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક છોકરી તેની બહેનનો બદલો લેવા તેના કોચિંગમાં પહોંચી હતી. અહીં તેણે રસ્તા વચ્ચે નાની બહેનને થપ્પડ મારનાર યુવતીને માર માર્યો હતો. તેના ચહેરા પર ચપ્પલ વડે માર્યુ અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. મળતી માહિતી મુજબ આ ઘટના શિવપુરી જિલ્લાના કરેરા શહેરની છે. અહીં બે યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને મારપીટ પણ થઈ હતી. યુવતીએ આ વાત તેની મોટી બહેનને જણાવી હતી. આ સાંભળીને મોટી બહેન તેની નાની બહેનના કોચિંગમાં પહોંચી ગઈ.

અહીં તેણે તેની નાની બહેનને માર મારનાર યુવતીને થપ્પડ મારી હતી. આ પછી, તેનો હાથ પકડીને, બીજી છોકરીએ તેના ચહેરા પર ચપ્પલ વડે માર માર્યો. એટલું જ નહીં, પોતાની બહેનનો બદલો લેવા આવેલી યુવતીએ પૂર્વ નિર્ધારિત કાવતરા હેઠળ તેના મિત્ર સાથે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ મામલે બંને પક્ષો વતી કારેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવ્યા બાદ છોડી મૂક્યા હતા અને કેસ નોંધવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે 10 દિવસ પહેલા પણ આ છોકરીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં આ યુવતીએ રસ્તા વચ્ચે એક છોકરાને ચપ્પલ વડે માર માર્યો હતો. યુવતીનો આરોપ છે કે આ છોકરાએ રસ્તા પર ચાલતી વખતે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ પછી આ બીજી ઘટના છે જેમાં યુવતીએ કોઈને માર માર્યો હોય.

Shah Jina