અમદાવાદમાં પોતાના જ પરિવારના 4-4 લોકોને મોતને ઘાટ ઉતારનારો હત્યારાની પોલીસે ગણતરીના સમયમાં જ કરી લીધી ધરપકડ

ગઈકાલે અમદાવાદમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી જેમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા વિરાટનગર પાસેથી સોસાયટીમાં એક જ પરિવારના ચાર લોકોની બેરહેમીથી હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું. ચાર દિવસ પહેલા જ હત્યારો આ હત્યાને અંજામ આપીને ફરાર થઇ ગયો હતો. મૃતકોમાં બે બાળકો પણ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે આ મામલામાં તપાસ કરી રહેલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે, પોલીસે ગણતરીના સમયમાં જ આ સામુહિક હત્યાના આરોપીની ધપરકડ કરી લીધી છે. આ હત્યાના મુખ્ય આરોપી વિનોધ મરાઠીને ઈન્દોરથી ઝડપી પાડવામાં આવ્યો છે. ગત 26 માર્ચના રોજ પોતાના જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરીને આરોપી ફરાર હતો.

આ હત્યાકાંડ સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે માત્ર 48 કલાકમાં જ આરોપી વિનોધ મરાઠીની ધરપકડ કરી લીધી. ત્યારે હવે વિનોદે પોતાના જ પરિવારના ચાર સભ્યોની હત્યા શું કામ કરી તે રહસ્ય ઉપરથી પડદો ઊંચકાશે. વિનોદને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની મહારાષ્ટ્ર પણ દોડી ગઈ હતી, તેમને શંકા હતી કે તે ત્યાં હોઇ શકે છે, પરંતુ આખરે તે ઇન્દોરમાંથી ઝડપાઇ ગયો.

વિનોદને આ હત્યામાં કોને સાથ આપ્યો હતો અને પરિવાર સાથે તેના શું મતભેદ હતા તે અંગે પણ પોલીસ પુછપરછ કરશે. ત્યારે આ હત્યા પાછળ શું કારણ હતું તે પણ બહુ જ જલ્દી સામે આવી શકે છે. વિનોદની પૂછપરછમાં સામે આવ્યું કે, પત્નીના અન્ય પુરુષ સાથે સબંધની આશંકાના પગલે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.

તમને જણાવી દઈએ કે આ પરિવારના આ ચારેય સભ્યોની હત્યાનો મામલો ગતરોજ સામે આવ્યો હતો જેમાં પોલીસની શરૂઆતી તપાસમાં સામે આવ્યું હતું કે આ ચારેયની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરી દેવામાં આવી હતી, પરિવારના ચાર સભ્યો સોનલ મરાઠી, પ્રગતિ મરાઠી, ગણેશ મરાઠી, સુભદ્રા મરાઠીની હત્યા કર્યા બાદ આ હત્યાનો શંકાસ્પદ આરોપી વિનોદ મરાઠી ફરાર થઇ ગયો હતો.

Niraj Patel