બૉલીવુડની વધુ એક જોડી લગ્નના તાંતણે બંધાઈ, સાત વર્ષોનું સફર સાત જન્મોમાં બદલાયુ, શીતલના પ્રેમમાં ફૂલોથી હોળી રમતા નજર આવ્યુ કપલ

“મિર્ઝાપુર” ફેમ વિક્રાંત મૈસીએ તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ હિમાચલ પ્રદેશમાં પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંનેએ પોતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચાહકો તેમને અભિનંદન આપી રહ્યા છે. વિક્રાંત અને શીતલે લગ્નની તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે કેપ્શન આપ્યું, “સાત વર્ષનુ આ સફર આજે સાત જન્મમાં ફેરવાઈ ગયુ. આ સફરમાં સાથ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. શીતલ અને વિક્રાંત.” ફોટામાં વિક્રાંતે સફેદ શેરવાની પહેરી છે. જ્યારે શીતલ લાલ જોડામાં જોવા મળી રહી છે. બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. (તમામ તસવીરો સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)

આ પહેલા કપલનો હલ્દી સેરેમનીનો વીડિયો સો.મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં વિક્રાંત અને શીતલ ફંક્શનને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. વિક્રાંત અને શીતલ ઠાકુરે 14 ફેબ્રુઆરીએ રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. વિક્રાંત અને શીતલે તેમના લગ્નને ખાનગી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. બંનેએ પોતાના લગ્નથી મીડિયાને પણ દૂર રાખ્યું હતું. વિક્રાંત અને શીતલ 2015થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ 2019માં સગાઈ કરી હતી. 18 ફેબ્રુઆરીના રોજ વિક્રાંતે શીતલ સાથે સાત ફેરા લીધા હતા.

લગ્નમાં નજીકના પરિવારના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. સુમોના ચક્રવર્તી કપલના લગ્નમાં જોવા મળી હતી. તે નવપરિણીત યુગલની ખૂબ સારી મિત્ર છે. મહેમાન સાથે સુમોનાની તસવીરો પણ વાયરલ થઈ હતી. મંડપમાંથી વિક્રાંત અને શીતલના લગ્નની વિધિઓ કરતી તસવીરો સામે આવી. વિક્રાંત અને શીતલનો જે વીડિયો વાયરલ થયો હતો તેમાં તેઓ દેશી ગર્લ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

ડિસેમ્બર 2019માં વિક્રાંત અને શીતલની ખાનગી રોકા સેરેમની હતી. જ્યાં બંનેની સગાઈ પણ થઈ ગઈ હતી. આ કપલ ઘણા સમયથી સાથે રહે છે. વિક્રાંત એક જાણીતા એક્ટર છે જેણે ટીવી શો, ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. ત્યાં, શીતલ વેબ જગતમાં ખૂબ પ્રખ્યાત છે. તેણે ઘણા ડિજિટલ શો કર્યા છે. વિક્રાંત અને શીતલની લગ્નની તસવીર પર અભિનેત્રી તાપસી પન્નુએ કમેન્ટ કરતા લખ્યું- આખરે. હું તમારા બંને માટે ખૂબ જ ખુશ છું.

આ સાથે જ ચાહકો પણ બંનેને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે. તસવીરોમાં વિક્રાંત અને શીતલ એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે. તેઓ એકબીજામાં ખોવાયેલા લાગે છે. વિક્રાંત અને શીતલ વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફુલના સેટ પર મળ્યા હતા. ત્યારથી બંનેના સંબંધો શરૂ થયા હતા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 2019માં સગાઈ કરી લીધી હતી. ત્યારે હવે લગ્નની તસવીરો શેર કર્યા પછી વિક્રાંતે હલ્દીના ફંક્શનની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં બંને એકબીજાને હલ્દી લગાવતા જોવા મળે છે.

એટલું જ નહીં, તેઓ ફૂલોથી હોળી રમતા પણ જોવા મળ્યા હતા. હલ્દીની તસવીરો શેર કરતા વિક્રાંતે લખ્યું- કુર્તા ફાડ હલ્દી. હલ્દી ફંક્શન માટે, શીતલે પીળા રંગનો લહેંગા પહેર્યો હતો, જ્યારે વિક્રાંતે સફેદ કુર્તા પાયજામા સાથે જેકેટ પહેર્યું હતું. હલ્દી સેરેમનીમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. ફેન્સને વિક્રાંત અને શીતલની હલ્દીની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. થોડી જ મિનિટોમાં હજારો લોકોએ તેને લાઈક કરી હતી.

બોલિવૂડમાં વિક્રાંતના કેટલાક મિત્રોએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેને શુભેચ્છા પાઠવી હતી. જેમાં કૃતિ ખરબંદા, તાપસી પન્નુ, મૌની રોય, સોનાક્ષી સિંહા, ગૌહર ખાન, બોબી દેઓલ, આહાના કુમરા, એશા ગુપ્તા, અનૂપ સોનીનો સમાવેશ થાય છે. વિક્રાંત મેસી અને શીતલ ઠાકુર 7 વર્ષથી સાથે છે. તેઓએ 2015માં ડેટિંગ કરવાનું શરૂ કર્યું. વિક્રાંત અને શીતલે પણ તેમના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા.  વિક્રાંતે પોતાની પોસ્ટમાં હલ્દી સમારોહ પહેલા અને પછીના ફોટા મુક્યા છે.જ્યારે શીતલ ઠાકુરે ફોટાને કેપ્શન આપ્યું- ‘અમારી હલ્દી.’ આ તસવીરોમાં વિક્રાંત અને શીતલ એન્જોય કરતા જોઈ શકાય છે. તેમના પર ફૂલોની વર્ષા થઈ રહી છે.

તેમની સાથે તેમના પરિવાર અને મિત્રો બંને હાજર છે. અભિનેત્રી સુમોના ચક્રવર્તી વિક્રાંત મેસી અને શીતલ ઠાકુરની હલ્દી સેરેમનીમાં પણ જોવા મળી શકે છે. શીતલ અને વિક્રાંત થોડા સમય પહેલા તેમના સી-ફેસિંગ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે. વિક્રાંત અને શીતલના લગ્ન વર્ષ 2020માં થવાના હતા, પરંતુ કોરોના અને લોકડાઉને તેમની યોજના બરબાદ કરી દીધી હતી. વિક્રાંતે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો લોકડાઉન ન હોત તો મારા લગ્ન થઈ ગયા હોત.’

વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્રાંત 4 ફિલ્મો ‘લવ હોસ્ટેલ’, ‘મુંબઈકર’, ફોરેન્સિક અને યાર જીગરીમાં જોવા મળશે. જ્યારે શીતલે વર્ષ 2012માં મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2016માં તેને પંજાબી ફિલ્મમાં બ્રેક મળ્યો હતો. આ પછી તેણે ‘અપસ્ટાર્ટસ’, ‘બ્રિજ મોહન અમર રહે’ અને ‘છપ્પડ ફડ કે’ જેવી વેબ સિરીઝમાં કામ કર્યું.

Shah Jina