દુર્ધટના પહેલા વિજય રૂપાણીના અંતિમ શબ્દો: મિત્ર સાથે 9 સેકન્ડનો હૃદયસ્પર્શી સંવાદ..કોને યાદ કરી કહેલું – “ધ્યાન રાખજે..”

અમદાવાદની એ પ્લેન દુર્ધટનાએ ધણુ બધુ છીનવી લીધું, કોઇની આંખોમાં હજારો સપના હતા તો કોઈ સપનાઓ પૂરા કરવા માટે જઇ રહ્યું હતું. આ અકસ્માતમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા કોઈએ માતા તો કોઈએ પિતા તો કોઈએ દીકરો કે દીકરી ગુમાવ્યા તો ક્યાંક આખે આખો પરિવાર આ આકાશમાંથી આવેલા કાળનો કોળિયો બની ગયું. આ આગની જ્વાળાઓમાં તમામ બળીને ખાક થઈ ગયું. આ ઘટનાથી તમામની આંખો નમ થઈ છે. પોતાના સ્વજનોને યાદ કરી રહ્યા છે, તેઓ સાથેની અંતિમપળોને યાદ કરી રહ્યા છે.

આ ઘટનામાં 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં 275થી વધુ લોકોના જીવ ગયા છે. ઘટના સ્થળે આટલો મોટો બ્લાસ્ટ થયો હતો કે, વિમાનમાં સવાર એક વ્યક્તિને છોડતા તમામ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જેમાં તમામના DNA મેચ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. આ દુખદ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અમદાવાદના મેઘાણીનગરમાં લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ તેમાં નિધન થયું હતું. વિજય રૂપાણી વિમાનમાં સવાર થયા તે પહેલા મિત્ર સાથે 9 સેકન્ડની વાત થઈ હતી. જેમાં તેમણે જલદી પાછા આવવાની વાત કરી હતી પરંતુ મિત્રને પણ કલ્પના નહીં હોય કે તેઓને અડધા કલાકમાં આવા સમાચાર મળશે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સોમવારે સાંજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિજય રૂપાણી સાથે જોડાયેલી વાતોને તેમના સ્વજનો, મિત્રો તથા રાજકારણમાં તેમના સાથી રહેલા લોકો દ્વારા યાદ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, વિજય રૂપાણીના એક મિત્ર છે કે જેમણે તેમની સાથે 9 સેકન્ડની વાત થઈ હતી તે અંગે ખુલાસો કર્યો છે. લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદના મેઘાણીનગરમાં બપોરે 1.39 મિનિટે ક્રેશ થઈ ગઈ હતી. જેના અડધા કલાક પહેલા જ વિજય રૂપાણીની તેમના મિત્ર સાથે વાત થઈ હતી.

વિજય રૂપાણીના મિત્રએ પત્રકાર મિત્રો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે એરપોર્ટ પર મારે તેમની (વિજય રૂપાણી) સાથે માત્ર 9 સેકન્ડ પૂરતી એટલી જ વાત થઈ હતી કે વિજયભાઈ તમે જાવ છો તો તમને પ્રવાસની શુભેચ્છાઓ.. બેબીનું ધ્યાન રાખજો.. 1.03 મિનિટે.. આ પછી તેમણે કહ્યું હતું કે ના..ના.. તમે ચિંતા ન કરો હું જલદી પાછો આવી જઈશ. પણ તેઓ આવ્યા નહીં. જ્યારે મેં અકસ્માત વિશે સાંભળ્યું, ત્યારે હું દુઃખી થઈ ગયો અને મેં 2 દિવસ સુધી ખોરાક ખાધો નહીં. પહેલા મને લાગ્યું કે કદાચ આ રૂપાણીનું વિમાન નહીં હોય પણ પછી પુષ્ટિ થઈ કે તેઓ એ જ વિમાનમાં હતા અને તેમનું મૃત્યુ થયું છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અમે એક કલાક પહેલા વાત કરી હતી અને આ બધું ફક્ત એક કલાકમાં કેવી રીતે થયું,” આમ મિત્રની વિજય રૂપાણી સાથે પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થયું તેની 36 મિનિટ પહેલા જ વાત થઈ હતી. વધુમાં તેમના મિત્ર મહેતાએ કહ્યું કે વિજય ભાઈ સાથે મારી મિત્રતા 60 વર્ષ જૂની છે કારણ કે અમે શાળામાં સાથે ભણતા હતા.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂનના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમના શોકગ્રસ્ત પરિવાર, જેમાં તેમની પત્ની અને નજીકના સંબંધીઓનો સમાવેશ થાય છે, તેમણે તેમને અંતિમ વિદાય આપતાં ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી. નારેબાજી અને આંસુ વચ્ચે, પરિવારના સભ્યોએ જાહેર સેવા પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ અને ગુજરાત પ્રત્યેના તેમના ઊંડા પ્રેમને યાદ કર્યો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

Raina
error: Unable To Copy Protected Content!