12 જૂનનો એ ગોજારો દિવસ અંદાવદડીઓ ક્યારેય નહિ ભૂલી શકે. એર ઇન્ડિયાનું એ પ્લેન આંખના પલકારામાં અકસ્માતનો ભોગ બન્યું. જોત જોતામાં પ્લેનમાં સવાર એક મુસાફરને બાદ કરતાં તમામ મુસાફરોના કરુંણ મોત નિપજ્યાં. અકસ્માત એટલોક ગંભીર હતો કે મૃતકોના DNA કર્યા પછી અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે.આ દુર્ધટનામાં પ્લેન જે બિલ્ડિંગ સાથે અથડાયું હતું જે મેસમાં વિધ્યાર્થીઓ ભોજન લઈ રહ્યા હતા.
એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર અને બે પાઇલટનો સમાવેશ થાય છે. વિમાનમાં એક મુસાફર સિવાય બધા લોકોના મોત થયા છે. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ અને ડોકટરોનું પણ આ અકસ્માતમાં મોત થયું છે.
જેમાં 4 MBBS વિદ્યાર્થીઓ અને BJ મેડિકલ કોલેજના એક ડોક્ટરનું પણ મોત થયું હતું. હવે UAE માં રહેતા ભારતીય મૂળના ડૉ. શમશીર વાયલીલે ઉદારતા દર્શાવી છે અને એર ઈન્ડિયા ક્રેશમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓ અને ડોક્ટરને 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે ઘાયલોને મદદ કરવાની પણ જાહેરાત કરી છે
દુબઈ, એજન્સી સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા ભારતીય ડોક્ટર ડૉ. શમશીર વાયાલીલે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્ત મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરોના પરિવારો માટે 6 કરોડ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. UAE ની રાજધાની અબુ ધાબી તરફથી રાહત સહાયની જાહેરાત કરતા, બુર્જિલ હોલ્ડિંગ્સના સ્થાપક અને ચેરમેન અને VPS હેલ્થના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શમશીરે કહ્યું કે અકસ્માત પછીની પરિસ્થિતિ જોઈને તેઓ આઘાત પામ્યા છે.
ડૉ. શમશીરના રાહત પેકેજમાં ચાર મૃત વિદ્યાર્થીઓના પરિવારો માટે 1 કરોડ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ પાંચ વિદ્યાર્થીઓ માટે 20 લાખ રૂપિયા અને પોતાના પ્રિયજનો ગુમાવનારા ડોક્ટરોના પરિવારો માટે 20 લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. તે કોલેજના જુનિયર ડોક્ટર્સ એસોસિએશન સાથે સંકલનમાં આપવામાં આવશે. જણાવી દઈએ કે 2010 માં મેંગલુરુ વિમાન દુર્ઘટના પછી, ડૉ. શમશીરે અસરગ્રસ્ત પરિવારોને મદદ કરી હતી અને આરોગ્યસંભાળ પ્રદાતા બુર્જિલ હોલ્ડિંગ્સમાં રોજગારની તકો પૂરી પાડી હતી.