આ ફેમસ હીરોની પોલિસે કરી ધરપકડ, અભિનેત્રીએ કામ અપાવવાના બહાને….

યૌન ઉત્પીડન કેસમાં સાઉથ અભિનેતા વિજય બાબુની મુશ્કેલી તો ખત્મ થવાનું નામ જ લઇ રહી નથી. ભૂતકાળમાં કેરળ હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા હોવા છતાં અભિનેતાને દરરોજ તપાસ અધિકારીઓ સમક્ષ હાજર થવું પડે છે. તાજેતરમાં જ અભિનેતા અને નિર્માતા વિજય બાબુની પોલીસે તેમની સામે નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં ધરપકડ કરી છે. જણાવી દઇએ કે, 22 એપ્રિલના રોજ એક અભિનેત્રીએ અભિનેતા વિરુદ્ધ જાતીય શોષણનો ગંભીર આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી હતી.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સાઉથના પ્રખ્યાત નિર્માતા અને અભિનેતા વિજય બાબુ આજે એટલે કે 27 જૂને સવારે એર્નાકુલમ ટાઉન સાઉથ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર તપાસ અધિકારીઓએ તેની સામે નોંધાયેલા યૌન ઉત્પીડનના કેસમાં તેની પૂછપરછ કરી હતી. ત્યાંથી તેની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જેમાં વિજય બાબુ પોલીસ અધિકારીઓના સવાલોના જવાબ આપતા જોવા મળે છે. આ પછી હવે વિજય બાબુની ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા વિરુદ્ધ નોંધાયેલા કેસમાં સતત કંઈક નવું બહાર આવી રહ્યું છે.

અગાઉ વિજય કોચી પોલીસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો હતો કારણ કે પોલીસને શંકા હતી કે તે દેશ છોડીને ભાગી ગયો છે. આ પછી, તેને ચેતવણી પણ આપવામાં આવી હતી કે જો તે ભારત પરત નહીં ફરે તો તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે. પરંતુ હાઈકોર્ટે તેને ધરપકડમાંથી રક્ષણ આપ્યા બાદ તે મેના છેલ્લા સપ્તાહમાં કોચી પરત ફર્યો હતો. કેરળ હાઈકોર્ટે બાદમાં તેમને આ કેસમાં આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જ્યારે વિજય બાબુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો ત્યારે તે દુબઈ ભાગી ગયો હતો. તે જૂનમાં ભારત પરત ફર્યો હતો.

યૌન શોષણ ઉપરાંત વિજય પર પીડિતાનો નંબર જાહેર કરવાનો પણ આરોપ છે. તેણે ફેસબુક લાઈવમાં આ મામલે મૌન તોડ્યું હતું અને પોતાને નિર્દોષ જાહેર કર્યો હતો. આ સાથે મહિલા સામે માનહાનિનો કેસ દાખલ કરવાની પણ વાત થઈ હતી. આવા આરોપો બાદ AMMA – ધ એસોસિએશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ્સની કાર્યકારી સમિતિ દ્વારા અભિનેતાને પદ છોડવાનું કહેવામાં આવ્યું હતું. એએમએમએના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ કોર્ટના આદેશ અનુસાર વિજય બાબુ વિરુદ્ધ કાર્યવાહી કરશે.

Shah Jina