કયારેય જોયો છે બે મોઢાવાળો સાપ ? એક સાથે જ ગળી ગયો બે ઉંદર, વીડિયો જોઇ બધા હેરાન

સાપનું નામ આવતા જ લોકોના દિલમાં ડર બેસી જાય છે. એવામાં હવે એવું વિચારીએ કે  એક નહિ પરંતુ બે મોઢાવાળો સાપ જોવાઇ જાય તો કેવી હાલત થાય ? હાલમાં જ બે મોઢાવાળા સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, બે મોઢાવાળો સાપ એક સાથે જ બે ઉંદરોને ગળી જાય છે. આ વીડિયો જોઇ તો બધા જ હેરાન છે.

સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે અને જે હાલ ખૂબ જ વાયરલ પણ થઇ રહ્યો છે. અમેરિકાના મશહૂર કંટેંટ ક્રિએટર Brian Barczyk એ આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

આ સાપના બે મોઢા છે આ માટે તેનું નામ બેન અને જેરી રાખવામાં આવ્યુ છે. બ્રાયન એનિમલ એડવેન્ચર માટે દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ફરતા રહે છે. તેણે પોસ્ટમાં લખ્યુ છે કે, આ ટ્રિપમાં તેમને ઘણી મજા આવી રહી છે અને તે આવા અનેક વીડિયો શેર કરશે.

Shah Jina