ડોક્ટરને ખબર પડી કે આ શહીદની મા છે, પછી ડોકટરે કર્યું એવું કે તેનો વીડિયો થઇ ગયો સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અશોક ચૌહાણે આ વીડિયો સાથે એક મેસેજ પણ શેર કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક ડોકરે શહીદની માતાના ઈલાજની ફીસ લેવાની ના પાડી દીધી. અશોક ચૌહાણ દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં ડોક્ટર શહીદની માતાને ગળે લગાવતા જોવા મળી રહ્યો છે. જેના કારણે તે ભાવુક પણ થઇ રહ્યા છે.

અશોક ચૌહાણએ ટ્વીટ કર્યું છે કે, “ઔરંગાબાદના ડોક્ટર અલ્તાફ એક વૃદ્ધ મહિલાનો ઈલાજ કરી રહ્યા હતા. જ્યાંરે તેમને ખબર પડી કે તે શહીદની માતા છે ત્યાં સારવારની ફી લેવાની ના પાડી દીધી. દેશની સેવામાં લાગેલા નાયકો પ્રત્યેની તેમની ભાવના જોઈને મેં જાતે જ તેમને ફોન કરીને તેમની સેવા અને સંવેદનશીલતા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.”

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં લોકો આ કામની ખુબ જ પ્રસંશા પણ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે “કદાચ આ મેસેજને એ લોકો પણ સમજે જે કટ્ટરપંથી અને હિંસાના કારણે આખા સમુદાયને બદનામ કરી રહ્યા છે.” જુઓ આ ભાવુક કરી દેનારો વીડિયો.

Niraj Patel