લગ્ન સમયે વરરાજા પાસે રાખવામાં આવી એવી શરત કે તે માન્યા પછી જ મળ્યો પ્રવેશ, જુઓ વીડિયોમાં

આપણે ત્યાં કહેવાય છે કે લગ્ન એ એક જન્મનું નહિ પરંતુ સાત જન્મનું બંધન છે, અને આ બંધનમાં બંધાયા બાદ દરેક સુખ દુઃખમાં પતિ પત્ની એકબીજાનો સાથ આપતા હોય છે, જીવનના દરેક ચઢાવ ઉતારમાં સાથે ચાલતા હોય છે. લગ્નને લઈને પણ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોઈને આપણને પણ ખુબ જ મજા આવતી હોય છે.

હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં વરરાજા પાસે એક શરત રાખવામાં આવે છે અને તે શરત સ્વીકાર્યા બાદ જ વરરાજાને પ્રવેશ મળે છે.  જેમાં જોઈ શકાય છે કે કન્યાની કેટલીક બહેનપણીઓ હાથમાં એક મોટો ચાર્ટ ઉપર બનેલું એક કાર્ડ લઈને ઉભી છે.

આ કાર્ડની અંદર વેડિંગ કોન્ટ્રાકટ લખવામાં આવ્યું છે. અને નીચે વરકન્યાનું નામ પણ લખેલું જોઈ શકાય છે, જેના પછી વરરાજા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવેલી જોઈ શકાય છે. કન્યાની બહેનપણીઓ વરરાજાને આ શરતોનો કોન્ટ્રાકટ સ્વીકારવાનું કહે છે, અને નીચે લખેલી સહી કરવાની જગ્યાએ વરરાજાને સહી કરવાનું કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Happyframes (@happyframes_)

વરરાજા હસતા હસતા તેના ઉપર સહી કરે છે જેના બાદ તેમને અંદર જવા માટે પ્રવેશ મળે છે. આ કાર્ડ ઉપર ત્રણ શરતો લખવામાં આવી છે. જેમાં પહેલી શરતમાં જણાવવામાં આવ્યું છે કે કન્યા હંમેશા સાચી રહેશે. બીજી શરતમાં કન્યાને વર્ષમાં 2-3 વાર વિદેશ ટ્રીપ ઉપર લઇ જવાની વાત કરવામાં આવી છે. ત્રીજી શરતમાં કન્યાને જે વસ્તુ જોઈએ તે અપાવવાની પણ વાત કરવામાં આવી છે.

Niraj Patel