સલ્લુ ભાઈની કેટરીનાનું બીજા હીરો સાથે ચાલી રહ્યું છે ઇલુ ઇલુ, જુઓ કેટરિનાના ઘરમાંથી ચુપચાપ નીકળતો આવ્યો નજરે
ફિલ્મ ‘ઉરી’ના અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફના અફેરની ખબરો મીડિયાના ચર્ચામાં રહેતી હોય છે. જોકે તેમને આ વાતને ક્યારેય સ્વીકારી નથી પરંતુ ઘણી વાર બંનેની એવી તસવીરો સામે આવે છે જે જોઈને એવું લાગશે કે બંને વચ્ચે કંઈક તો છે.
મોડી રાત્રે વિક્કી કૌશલ, કેટરીના કૈફની બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાંથી તેની ગાડી નીકાળતો નજર આવ્યો હતો. કેટરીનાનો ડ્રાઈવર વિક્કીને કોલોનીની બહાર નીકળવાનો રસ્તો બતાવી રહ્યો હતો તેની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા.
પહેલા પણ ઘણી વાર કેટરીનાના ઘરની બહાર નીકળતા દેખાયો છે અભિનેતા. વિક્કી કૌશલ વહેલી સવારે લોકોથી છુપાઈને કેટરિનાના ઘરે જઈ રહ્યો હતો તે દરમ્યાન ફોટોગ્રાફરે તેની તસવીર લઇ લીધી હતી.
વિક્કી કૌશલની રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત’ની સ્પેશિયલ સ્ક્રીનીંગ દરમ્યાન કેટરીના પણ ફિલ્મ જોવા ગઈ હતી. તેના સિવાય અંબાણી ફેમિલીના ઘરે થયેલી હોળીની પાર્ટીમાં પણ બંને સાથે નજર આવ્યા હતા.
તેમના અફેરની ચર્ચા ત્યારથી થઇ જયારે બંનેના કોમન મિત્રએ દિવાળીની પાર્ટીમાં બોલાવ્યા હતા અને બંને સાથે આવ્યા હતા. તે પાર્ટીમાં કેટરીના લાલ કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. અને વિક્કી કૌશલ સિલ્ક કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા.
પાર્ટીમાં અચાનક મીડિયાના લોકો દેખાતા બંને અલગ અલગ ગાડી લઈને નીકળી ગયા હતા. વિક્કી કૌશલ અને કેટરીના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરના જન્મદિવસની પાર્ટીમાં પણ નજર આવ્યા હતા. તેમજ કેટરીના વિક્કી કૌશલનો ભાઈ સની કૌશલની વેબ સિરીઝના પ્રીમિયરમાં પણ આવી હતી.
જણાવી દઈએ કે વિક્કી કૌશલે વાતને સ્વીકારી છે કે કેટરીનાને જોઈને તેની દિલની ધડકન વધી જાય છે. વિક્કીએ કરણ જોહરનો શો ‘કોફી વિથ કરણ’માં પણ આ વાતને સ્વીકારી હતી. ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે કેટરીના પહેલા વિક્કી સાથેના તે રિલેશનશિપ પર મુંજવણમાં હતી.
પરંતુ હવે તેને લાગે છે કે જેવો વ્યક્તિ તે જિંદગીમાં ઇચ્છતી હતી વિક્કી તેવો છે ‘ભરોસાવાળો’ અને ‘વિશ્વાસનીય’. જયારે બંનેની ડેટ કરવાની વાત સામે આવી ત્યારે વિક્કીએ કહ્યું હતું કે હવે કહેવા માટે કઈ રહ્યું નથી.
વિક્કીએ કહ્યું કે તે વાતમાં કંઈજ સાચું નથી. વિક્કી કૌશલ કેટરીના પહેલા હરલીન સેઠીની સાથે રિલેશનમાં હતો. તેમજ કેટરીના રણવીર કપૂર સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતી હતી. વક્ર ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ ફિલ્મ ‘ધ ઇમ્મોર્ટલ’, ‘અશ્વથામા’ અને ‘સરદાર ઉધમ સિંહ’ જેવી ફિલ્મોમાં નજર આવશે. તેમજ કેટરીના કૈફ, સિદ્ધાંત ચતુર્વેદી અને ખટ્ટરની ફિલ્મ ‘ફોન બૂથ’ અને અક્ષય કુમારની સૂર્યવંશીમાં નજર આવશે.