શેરશાહની અભિનેત્રીએ આ શું નવું પહેર્યું? 7 PHOTOS જોઈને આંખો બહાર આવી જશે
બોલીવુડના અભિનેતાઓ અને અભિનેત્રીઓ લાઇમ લાઇટમાં છવાયેલા રહે છે, તેમનું ફેન ફોલોઇંગ પણ વિશાળ હોય છે અને એટલે જ તેમની દરેક હરકત કેમેરામાં પણ કેદ થઇ જાય છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે, જેને ચાહકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવે છે.
ત્યારે હાલ અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કિયારા અડવાણીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે, જેમાં વિક્કી અને કિયારાનું જબરદસ્ત બોન્ડીગ પણ જોવા મળી રહ્યું છે. વિક્કી કૌશલ અને કિયારા બંને આ સમયે તેમના કેરિયરની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યા છે.
કિયારા અને વિક્કી બંને એક પછી એક સુપરહિટ ફિલ્મો પણ આપી રહ્યા છે. બંનેના અભિનયની પણ ખુબ જ પ્રસંશા થઇ રહી છે અને ચાહકો પણ તેમને ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ મંગળવારની સાંજે બંને સિતારાઓ ને એક સાથે જોવામાં આવ્યા અને તેમનું બોન્ડિંગ પણ પેપરાજીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું.
કિયારા અને વિક્કી બંને એક સાથે બાંદ્રાના એક ડાન્સ ક્લાસમાં પહોંચ્યા હતા. આ દરમિયાન વિક્કી કૌશલ બ્લેક લોઅર, વ્હાઇટ પ્લેન ટી શર્ટ અને ઓરેન્જ જેકેટમાં જોવા મળ્યો હતો. તો કિયારા અડવાણી સ્પોર્ટ્સ બ્રા અને સફેદ લોઅરમાં ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી હતી.
વિક્કી કૌશલ અને કિયારા અડવાણીને લઈને ચર્ચા એ પણ ચાલી રહી છે કે બંને સાથે ફિલ્મ મિસ્ટર લેલેમાં નજર આવી શકે છે. આ ફિલ્મની અંદર લીડ અભિનેતા તરીકે રણબીર કપૂર અને તેની સાથે ડાન્સ સિકવેન્સ માટે કિયારા અડવાણી અને વિક્કી પણ જોડાશે.
આ ફિલ્મના ડાન્સ રિયર્સલ માટે જ આજે કિયારા અને વિક્કીને સાથે ડાન્સ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવ્યા હતા. તે બંનેની સાથે કુશાલ ખેતાન પણ હાજર હતા. મિસ્ટર લેલેને શશાંક ખેતાન અને કરણ જોહર સાથે મળીને બનાવી રહ્યા છે.
આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરવાના છે જેનું શૂટિંગ પણ જલ્દી જ શરૂ થઇ જશે. હાલમાં જ કિયારા અડવાણી તેની આવેલી ફિલ્મ શેરશાહને લઈને ખુબ જ ચર્ચામાં છે, આ ફિલ્મમાં દર્શકોએ તેના કામની પણ ખુબ જ પ્રસંશા કરી છે.