માલદીવમાં કેટરીના-વિક્કીની મિત્રો સાથે વોટર સ્લાઇડ પર મસ્તી, મિસિસ કૌશલે પતિદેવ સાથે એન્જોય કરી એડવેન્ચર ગેમ્સ- જુઓ વીડિયો

માલદીવમાં વોટર સ્લાઇડ કરતા કેટરીનાએ આપ્યા ફ્રેંડ્સ ગોલ્સ, પત્ની અને ગેંગ સાથે વિક્કીએ લીધી એડવેન્ચર ગેમ્સની મજા

બોલિવુડની મશહૂર અને ખૂબસુરત અભિનેત્રી કેટરિના કૈફે આ દિવસોમાં માલદીવમાં તેના પતિ અને અભિનેતા વિક્કી કૌશલ તેમજ મિત્રો સાથે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. 16 જુલાઇના રોજ કેટરીનાનો જન્મદિવસ હતો, જો કે કપલ હજી પણ ત્યાં છે અને મિત્રો સાથે માલદીવનો નજારો જોરોશોરોથી માણી રહ્યા છે. વિક્કી અને કેટરિના સતત ત્યાંથી પોતાની સુંદર તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકોનું દિલ જીતી રહ્યાં છે. હાલમાં કેટરીના અને વિક્કીનો ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતો વીડિયો કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો.

જેને ફેન્સે ખૂબ પસંદ કર્યો હતો. કેટરિનાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તે તેના પતિ અને મિત્રો સાથે વોટર સ્લાઈડિંગ કરતી જોવા મળી હતી. દરેક પાણીમાં ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. આ નજારો જોવા જેવો હતો. આ વીડિયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- યે દોસ્તી! ત્યારે હવે વિક્કી કૌશલે પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તે આખી ગેંગ સાથે એડવેન્ચર ગેમની મજા લેતો જોઈ શકાય છે.

આ દરમિયાન તેની સાથે કેટરિના કૈફ, સની કૌશલ, ઈસાબેલ કૈફ, મીની માથુર, શર્વરી વાઘ, ઈલિયાના ડીક્રુઝ અને અન્ય મિત્રો છે. વીડિયો શેર કરતાં વિક્કી કૌશલે લખ્યું- ‘જીવનનો શ્રેષ્ઠ ભાગ.’ ફેન્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. માલદીવ વેકેશન પર કબીર ખાન, મીની માથુર, આનંદ તિવારી પણ છે. પૂલમાં સ્લાઇડિંગથી લઈને ઝિપ લાઇનિંગ સુધી, કેટરિના અને વિકી તેમના મિત્રો સાથે આનંદ માણી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

બંને સોશિયલ મીડિયા પર તેમના વેકેશનની સુંદર ઝલક પણ શેર કરી રહ્યા છે.જણાવી દઈએ કે લગ્ન પછી કેટરીનાનો આ પહેલો જન્મદિવસ હતો, જેને સેલિબ્રેટ કરવા માટે પાર્ટીઓને બદલે આ વેકેશનનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે આ પ્રસંગ ફક્ત નજીકના મિત્રો અને પરિવાર સાથે જ ઉજવવામાં આવે.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કેટરિના અને વિક્કી પાસે અત્યારે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ છે. વિક્કી ‘ગોવિંદા નામ મેરા’, ‘સેમ બહાદુર’ અને બીજી કેટલીક ફિલ્મોમાં જોવા મળશે. ત્યાં કેટરીના પાસે ‘ફોન ભૂત’, ‘ટાઈગર 3’ અને ‘મેરી ક્રિસમસ’ જેવી મોટી ફિલ્મો છે.

Shah Jina