ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા દુઃખદ સમાચાર, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના જેવા સુપર સ્ટાર સાથે કામ કરી ચુકેલી અભિનેત્રીનું કોરોનાથી નિધન

કોરોનાની આ બીજી લહેરની અંદર હવે સલેબ્રિટીઓ પણ તેની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં જ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. સાઉથ, ભોજપુરી અને બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી શ્રીપદાનું કોરોનાના કારણે નિધન થઇ ગયું છે. સિન્ટાના જનરલ સેક્રેટરી અમિત બહેલ દ્વારા શ્રીપદાના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન અમિત બહલે જણાવ્યું કે, “શ્રીપદા પણ કોરોના મહામારી સામે હારી ગઈ. તેમને સાઉથ અને હિન્દીની ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ બહુ જ દુઃખની વાત છે કે આપણે એક સારી અભિનેત્રી ખોઈ બેઠા.”

અમિત આગળ જણાવે છે કે “આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમના આત્માને શાંતિ મળે. કોરોના મહામારીની બીજી લહેર ખુબ જ ઘાતક બની રહી છે. જેમાં ઘણા લોકોના જીવ ગયા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ ઘણા જીવ ગયા છે.”

શ્રીપદાએ 1978માં “પુરાના પુરુષ” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. તેને ગોવિંદા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર,ગુલશન ગ્રોવર જેવા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. શ્રીપદા શોલે અને તુફાન, આજમાઈશ, બેવફા, સનમ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

68 ફિલ્મોમાં કામ કરી ચુકેલી શ્રીપદા બૉલીવુડ ઉપરાંત ભોજપુરી હિટ ફિલ્મ “હમ તો હો ગઈ ના તોહાર”માં પણ કામ કરી ચુકી છે. આ ફિલ્મની અંદર તેની સાથે ભોજપુરી સુપર સ્ટાર રવિ કિશન હતા. 1993માં શ્રીપદાએ એક ટેલિવિઝન શોમાં ગેસ્ટ એપિયરેંસ પણ આપ્યું હતું.

Niraj Patel