...
   

21 ફેબ્રુઆરીથી શુક્ર ગ્રહનું થશે રાશિ પરિવર્તન, આ રાશિવાળા લોકોના જીવનમાં આવશે ખુશી, જાણો તમારી રાશિ છે કે નહિ

ભૌતિક સુખ, પ્રેમ-રોમાંસ અને લગ્ન કારક ગ્રહ 14 ફેબ્રઆરીએ અસ્ત થયો હતો અને હવે શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 21 ફેબ્રુઆરી 2021ના રોજ શુક્ર ગ્રહ મકર રાશિથી નીકળી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. 17 માર્ચ સુધી તે કુંભ રાશિમાં જ રહેશે.

શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન 21 ફેબ્રુઆરી રાત્રે 2.19 વાગ્યે થશે. કુંભ રાશિમાં પહેલા જ સૂર્ય અને બુધ ગ્રહ છે અને હવે શુક્ર પણ પ્રવેશ કરવાનો છે જેથી ત્યાં એકસાથે ત્રણ ગ્રહો સામેલ થશે.

જીવનમાં સુખ-સમૃદ્ધિ અને કળા પ્રતિ આકર્ષણ પણ શુક્રના પ્રભાવથી આવે છે. શુક્રનું રાશિ પરિવર્તન જયોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે, તેના પરિવર્તનથી બધી રાશિઓ પર પ્રભાવ પડે છે.

જાણો શુક્રના રાશિ પરિવર્તનથી તમારા જીવન પર શું પ્રભાવ પડશે.

1.મેષ
શુક્રના રાશિ પરિવર્તનથી ભાઇ-બહેન સાથે વિવાદ થઇ શકે છે. કોઇ પણ નવું કામ શરૂ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. દાંપત્ય જીવન સુખી રહેશે. કયાંય પણ લાંબા સમયથી પૈસા અટકેલા છે તો પાછા મળવાની સંભાવના છે. પરિવારનું વાતાવરણ સુખી રહેશે.

2.વૃષભ
વૃષભ રાશિવાળા જાતકોને વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. આ દરમિયાન આંખોનું ધ્યાન રાખવું. યાત્રાનો લાભ થઇ શકશે. શુક્રના કુંભ રાશિમાં પ્રવેશથી વૃષભ રાશિવાળા જાતકોને સારા પરિણામ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનૂકુળ રહેશે.

3.મિથુન

શુક્રના રાશિ પરિવર્તન દરમિયાન સરકારી કર્મચારીઓને તેમના હોમટાઉનમાં ટ્રાન્સફરના શુભ સમાચાર મળી શકે છે. નોકરીની શોધ કરતા યુવાઓ માટે સારો અવસર મળશે. કમાણીના નવા સ્ત્રોત વિશે જાણકારી મળશે.

4.કર્ક
કર્ક રાશિના જાતકોને અચાનક ધન પ્રાપ્તિના યોગ બની શકે છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. વૈવાહિક જીવનમાં જીવનસાથી સાથે સમય વીતાવશો અને સંતાનની પ્રગતિથી તમને ખુશી મળશે.

5.સિંહ

સિંહ રાશિના જાતકોના કોઇ સરકારી કામ પૂરા થવાની સંભાવના છે. કોઇ કામમાં રોક નહિ આવે. દાંપત્ય જીવન સુખી રહેશે. વાણી અને ભાવનાઓને થોડા નિયંત્રણમાં રાખવા.

6.કન્યા
શુક્રના રાશિ પરિવર્તનથી 16-17 માર્ચ સુધી કન્યા રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લગ્નમાં થોડું મોડુ થઇ શકે છે. લગ્નનો પ્રસ્તાવ તૂટી શકે છે. જીવનસાથી સાથે અણબનાવ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય અનૂકુળ નથી.

7.તુલા

મિત્રો અને કાર્યક્ષેત્રમાં કામ કરનાર લોકોનો સહયોગ મળી રહેશે. બહાર ફરવા જવાનું પણ થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં અનુભવોનો ફાયદો થશે. આર્થિક જીવન માટે રાશિ પરિવર્તન લાભદાયી રહેશે. પ્રેમ જીવનમાં નવા ઉત્સાહ અને ઉમંગનો સંચાર થશે અને સંબંધ વધુ મજબૂત બનશે.

8.વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોના વેપારમાં વધારો થશે. વાહનની ખરીદી માટે યોગ બની શકે છે. સમાજમાં માન-સમ્માન વધશે. વાણી પર નિયંત્રણ રાખવું. તમારી યોજનાઓને તમારા સુધી રાખો તો સફળતા મળશે.

9.ધન

પરિવારનું વાતાવરણ ખુશ રહેશે. વિદેશ યાત્રા પર જવાનો યોગ બનશે અને ત્યાં નિવાસ સ્થાન પણ બની શકે છે. સંપત્તિ ખરીદવા માટે સારો યોગ છે. પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર થશે. પ્રેમ જીવનમાં રોમાન્સનો અનુભવ થશે અને વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે.

10.મકર
શુક્ર રાશિના પરિવર્તનથી મકર રાશિના જાતકોને શુભ સાબિત થશે. સમાજમાં માન-સમ્માન વધશે. વેપારમાં પણ લાભ થઇ શકે છે. યુવાઓને સારી નોકરીનો અવસર પ્રાપ્ત થશે. પરિવારના બિઝનેસમાં ભાઇ-બહેનોના સહયોગથી લાભ થશે. પ્રેમ વિશે પરિવારને જાણ કરશો જેનાથી વડિલોનો આશિર્વાદ મળશે.

11.કુંભ
કુંભરાશિના જાતકોને શુક્રના પરિવર્તનથી લાભ રહેશે. ધન લાભનો યોગ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું. મકાન-વાહન ખરીદી શકો છો. ભૌતિક સુખમાં વધારો થશે.

12.મીન
મીન રાશિના જાતકોને ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લગ્નના કાર્યમાં વિલંબ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય નથી. ખર્ચમાં વધારો થશે.

Shah Jina