ભારતના ટ્રાફિક ભરેલા રોડ પર અચાનક દોડતી દેખાઈ એક એવી કાર કે જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, ગુગલ પર શોધવા લાગ્યા તેનું નામ, જુઓ વીડિયો

હોડીની જેમ રસ્તા પર સડસડાટ ચાલી રહ્યું હતું આ વાહન, જોઈને લોકોમાં પણ જાગ્યું અચરજ, જાણો શું છે તે ? વાયરલ થયો વીડિયો

આજના સમયમાં દરેક કાર કંપનીઓ માર્કેટમાં અલગ અલગ ડિઝાઇન અને ફીચર્સ સાથેની કાર લાવી રહી છે. તો ઘણા લોકો એવા પણ છે જે પોતાની બુદ્ધિથી કોઈ એવા વાહનનું નિર્માણ કરતા હોય છે જેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવી જ કાર વાયરલ થઇ રહી છે જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા.

વીડિયોમાં એક આશ્ચર્યજનક વાહન રસ્તા પર દોડતું જોવા મળે છે, જેને જોઈને યૂઝર્સ પણ કન્ફ્યુઝ થઈ ગયા અને ઈન્ટરનેટ પર તેનું નામ સર્ચ કરવાનું શરૂ કરી દીધું. વાયરલ થઈ રહેલો આ આશ્ચર્યજનક વીડિયો બેંગલુરુનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં આ અદ્ભુત વાહન રસ્તાઓ પર ફરતું જોવા મળે છે.

આશ્ચર્યની વાત એ છે કે તેમાં માત્ર એક જ વ્યક્તિ દેખાય છે, જે તેને પગના સહારે ચલાવતો જોવા મળે છે, પરંતુ તે ખૂબ જ તેજ ગતિએ દોડી રહી છે. વીડિયોમાં એક વિચિત્ર થ્રી-વ્હીલર રસ્તા પર ફરતું જોવા મળે છે, જેને જોઈને લોકો દંગ રહી જાય છે. વાસ્તવમાં, તે એક વેલોમોબાઈલ છે, જે ત્રણ પૈડાવાળી એક ખાસ પ્રકારની સાયકલ કાર છે.

વાહન સામાન્ય રીતે યુરોપિયન દેશોમાં જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેજ ગતિએ દોડતા આ વાહનના સવારને વાંકી સ્થિતિમાં બેસવું પડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ચારેબાજુ એક કવર છે, જે ડ્રાઈવરને ઓલ-વેધર પ્રોટેક્શન પૂરું પાડે છે. તે સપાટ રસ્તા પર 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

Niraj Patel