રસોઈ

“વેજ હક્કા નુડલ્સ” ચટાકેદાર રેસિપી – સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો રેસિપી વાંચો ક્લિક કરીને

કેમ છો મિત્રો,
આજે આપણે બનાવીશું બહુ જ સરળ અને જલ્દી બની જાય એવી એક ઇન્ડોચાઇનીઝ વાનગી “વેજ. હક્કા નુડલ્સ”

આ વાનગી બનાવવા માટે આપણે જોઈશે નીચે મુજબ ની સામગ્રીઓ :

સામગ્રી:

 • ૧૦૦ ગ્રામ નુડલ્સ ( અધકચરી બાફેલી )
 • ૩-૪ ટી સ્પુન તેલ
 • ૨- ચમચી લસણ (બારીક સમારેલ)
 • ૨- ચમચી આદુ (બારીક સમારેલ)
 • ૨- ચમચી લીલા મરચા (બારીક સમારેલ)
 • ૧- નાનો કપ લીલા કાંદા પતલી સ્લાઇઝ કરેલા..
 • ૧- મિડીયમ સાઇઝ નુ કેપ્સીકમ પતલી સ્લાઇઝ કરવી.
 • ૧- કપ કોબી બારીક લાંબી સમારેલ.
 • ૧- નાનુ ગાજર પતલી સ્લાઇઝ કરેલું
 • ૨- ચમચી સોયા સોસ
 • ૧- ચમચી રેડ ચીલી સોસ
 • ૧- ચમચી ગ્રીન ચિલ્લી સોસ
 • ૧- ચમચી વિનેગર
 • ૧- ચમચી ટમેટા નો સોસ
 • ચપટી મરી પાવડર
 • મીંઠુ સ્વાદ મુજબ.. 
 • હવે જોઈએ આ વાનગી બનાવવા ની રીત

  રીત:

  – સૌ પ્રથમ અાપણને લઇશુ એક વાસણ. વાસણ માં નુડલ્સ ડુબે તેનાથી થોડુ વધુ પાણી લઇ એમાં ૧ ચમચી તેલ નાંખી ગરમ થવા મુકો. હવે એ ઉકળવા લાગે એટલે એમાં નુડલ્સ નાંખી કાચી પાકી બાફીલો.

– નુડલ્સ પાકી જાય એટલે એક ચારણીની મદદથી બધુ પાણી કાઢી લો.પછી તેમા ઠંડા પાણીમાં નાંખી સુકાવા મુકી દો.

– હવે એક પેન માં તેલ ગરમ થવા મુકો.

– તેલ ગરમ થાય એટલે એમાં બારીક સમરેલ લસણ સાંતળો.પછી તેમા સમારેલ આદુ-મરચાને સાંતળો.

– હવે કાંદા ઉમેરો .પછી કોબી અને ગાજર અને કેપ્સીકમ ને સાંતળો. તેમાં મીઠુ ,સોયાસોસ ,વિનેગર,રેડ અને ગ્રીન ચિલ્લી સોસ અને ટમેટા નો સોસ નાંખી બરોબર હલાવો.

– થોડુ પાકે એટલે એમા નુડલ્સ અને ચપટી મરી પાવડર નાંખી હલાવો.

–સર્વીંગ બાઉલમાં નાખી લીલા કાંદા થી ગાર્નીશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે બહુજ સરળ અને ઝટપટ ગરમા ગરમ હક્કા નુડલ્સ. 🙂મિત્રો આ રેસીપી તમને કેવી લાગી એ જરૂર કોમેન્ટ માં જણાવજો 🙏 તમારી મનગમતી બીજી રેસીપી વિષે માહિતી માટે કોમેન્ટ માં રેસીપીનું નામ લખો અને અમે જરૂર એ રેસીપી પણ મુકીશું..

રેસીપી : શ્વેતા પટેલ (ગુજ્જુરોક્સ ટીમ) રેસીપી ગમે આગળ બીજાને મોકલજો.

તમે આ રેસિપી ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.