અનુપમાને છૂટાછેડા આપ્યા બાદ હવે કાવ્યાને પણ છૂટાછેડા આપશે વનરાજ, શું કાવ્યા તલાક રોકવા માટે નવી ચાલ ચલશે ?

અનુપમા સાથે લગ્નના 26 વર્ષ વીતાવ્યા બાદ જેના માટે લગ્ન તોડ્યા તેને પણ વનરાજે આપ્યા છૂટાછેડા, એક વર્ષ પણ ના ચાલ્યા લગ્ન- હવે શું થશે?

ટેલિવિઝનની પોપ્યુલર અને બહુચર્ચિત સિરિયલ ‘અનુપમા’ દરરોજ નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સને કારણે ચર્ચામાં રહે છે. આ દિવસોમાં સિરિયલમાં બા અને બાપુજીની 50મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. બા અને બાપુજીના લગ્નની 50મી વર્ષગાંઠ નિમિત્તે શાહ પરિવાર આ બંનેના પુનઃલગ્ન કરાવે છે. પરંતુ આ દરમિયાન, વનરાજ ઉર્ફે કંઈક એવું કરવા જઈ રહ્યો છે જેનાથી આખો શાહ પરિવાર જોતો રહી જાય છે. અને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જશે.

શાહ પરિવારે બા અને બાપુજીના પુન :લગ્નમાં ખૂબ જ મજા કરી હતી.આ લગ્નમાં અનુજ સાથે તેના જીકે પણ હાજર રહ્યા હતા. કાવ્યાએ આ દરમિયાન પણ હંગામો કરી દીધો હતો અને તેને એ પણ ના જોયુ કે હાલ ઘરમાં ફંકશન ચાલી રહ્યુ છે. શોમાં તમે જોયુ હશે કે પરિવારના સભ્યો કાવ્યાને અવગણે છે.. લગ્ન બાદ પરિવારના તમામ સભ્યોનો ફેમિલી ફોટો ક્લિક કરે છે. આ દરમિયાન વનરાજ અનુપમાના ખભા પર હાથ મૂકે છે. જે પછી કાવ્યા તેનું અસલી રૂપ બતાવે છે અને અનુપમાનું ખૂબ અપમાન કરે છે.

કાવ્યા અનુપમાને તેના બેડરૂમમાં લઈ જાય છે અને કાવ્યા અનુપમાને અભણ અને કાયર તરીકે વર્ણવે છે. આ સાથે કાવ્યા પણ અનુપમાને અનુજના નામ પર ટોણા મારે છે. પણ દર વખતની જેમ આ વખતે પણ અનુપમા કાવ્યાની બોલતી બંધ કરી દે છે. અનુપમા કહે છે કે કાવ્યા પર કોઈ ધ્યાન કેમ નથી આપતું.

જયારે બધાનું ધ્યાન અનુપમા અને કાવ્યામાં હોય છે ત્યારે વનરાજ માટે કુરિયર આવે છે. આ કુરિયર કંઇ બીજુ નહિ પરંતુ કાવ્યા માટે ડિવોર્સ પેપરનું છે. શોના આગામી એપિસોડમાં, તે બતાવવામાં આવશે કે છૂટાછેડા પેપર વનરાજ કાવ્યાને સોંપશે. બાપુજીના લગ્ન પછી વનરાજ છૂટાછેડાના પેપર્સ કાવ્યાના હાથમાં આપે છે. આ પછી વનરાજ કહે છે, ‘બા અને બાપુજીએ બીજી વાર લગ્ન કર્યા, હવે મારા બીજીવાર છૂટાછેડા થવાનો સમય આવી ગયો છે. વનરાજની આ વાત સાંભળીને શાહ પરિવાર ચોંકી જાય છે અને કાવ્યાના પગ નીચેથી જમીન સરકી જાય છે. ત્યારે હવે છૂટાછેડાને રોકવા કાવ્યા ફરી કોઇ નવી ચાલ ચલશે કે નહિ તે તો આવનારા એપિસોડમાં જ ખબર પડશે.

 

View this post on Instagram

 

A post shared by ✰✰ (@anupamaa_x_fanpage)

Shah Jina